વિવિધ ડિવીઝનની ૧૨ ટીમો વચ્ચે ટકકર: ૨૩મીએ ઓપનિંગ અને ૨૫મીએ કલોઝીંગ સેરેમની યોજાશે
પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની રાજકોટ સિટી સર્કલ દ્વારા આગામી શનિવારથી ૨૫મી સુધી પીજીવીસીએલ ઈન્ટર ડિવીઝન ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રણ દિવસ દરમ્યાન ૧૨ ટીમો વચ્ચે મેચ યોજાશે
જામનગર રોડ પર આવેલી રેલવે કોલોનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૩ દિવસ સુધી આ ટુર્નામેન્ટ યોજાનાર છે. પીજીવીસીએલમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વધે તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ ડિવીઝનોના કર્મચારીઓ અને અધિકારીઓની ૧૨ ટીમો વચ્ચે ટકકર જામશે. ટુર્નામેન્ટનું સંચાલન રણજીતભાઈ દાસોટીયા સંભાળી રહ્યા છે.
ટુર્નામેન્ટની ઓપનીંગ સેરેમની ૨૩મીએ સવારે ૮:૩૦ કલાકે યોજાશે. કલોઝીંગ સેરેમની ૨૫મીએ બપોરે ૧:૩૦ કલાકે યોજાશે. જેમાં પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ સીઝન ટુર્નામેન્ટ રમતા ખેલાડીઓ, બેડીનાકા ઉર્જા કલબના સભ્યો તેમજ કિશોરસિંહ જેઠવા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે. પીજીવીસીએલના તમામ કર્મચારીઓને આ ટુર્નામેન્ટ નિહાળવા માટે ટુર્નામેન્ટ ક્ધવીનર રણજીતભાઈ દાસોટીયાની યાદીમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.