સૌરાષ્ટ્ર-કચ્છના 61500 વીજ જોડાણો ચકાસણી કરી: 7466 કનેકશનોમાં ગેરરીતી ઝડપાઇ
પશ્ચિમ વીજ કંપની લીમીટેડ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં વર્ષ 2022 ના જુલાઇ માસમાં વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 61500 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી જેમાંથી 7466 કનેકશનોમાં ગેરરીતી ઝડપી રૂ. ર1 કરોડની પાવર ચોરી ઝડપી પાડતા વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે. વધુ વિગત મુજબ પીજીવીસીએલ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છના 1ર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર અને વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર કચેરી દ્વારા વર્ષ 2022 ના જુલા માસ દરમ્યાન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં રાજકોટ શહેરમાં 9381 પૈકી 850 કનેકશનમાંથી રૂ. 1.52 કરોડની વીજ ચોરી, રાજકોટ ગ્રામ્યમાં 8642 પૈકી 770 વીજ કનેકશનમાં 2.59 કરોડ, મોરબીમાં 5951 પૈકી 399માં 1.58 કરોડ, પોરબંદરમાં 6779 પૈકી 775 કનેકશનમાંથી 1.33 કરોડની, જામનગર 4932 પૈકી 665 માં 2.18 કરોડ, ભુજમાં 2012 પૈકી 195માઁ 45 લાખ, અંજાર 3343 પૈકી 385માં 1.47 કરોડ, જુનાગઢ 3771 પૈકી 572માં 1.34 કરોડ, અમરેલી 5102 પૈકી 938 માં 2.25 કરોડ, બોટાદ 2678 પૈકી 458 માં 1.10 કરોડ, ભાવનગર 4808 પૈકી 841 માં 3.26 કરોડ અને સુરેન્દ્રનગર 4101 પૈકી 618 કનેકશનમાંથી 1.87 કરોડની વીજચોરી ઝડપાય છે.