• એપ્રિલ-2023થી માર્ચ – 2024 દરમિયાન 81,999 વીજ કનેકશનોમાં થયેલી રૂ. 253 કરોડની વીજચોરી પકડી
  • વિજીલન્સ અને ડીવીઝનની કામગીરીઓમાં સુધારો કરી થતી નુકશાની હટાવવા મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્માની અધ્યક્ષતામાં એક દિવસનો સેમિનાર યોજાયો

PGVCL પાંચ મહિનામાં રૂ.67 કરોડની વીજચોરી પકડી

પીજીવીસીએલ દ્વારા એપ્રિલ-2023 થી માર્ચ-2024 દરમ્યાન આશરે કુલ રૂ. 254 કરોડની વીજ ચોરી પકડવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે  એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન પાંચ મહિનામાં રૂ.67.27 કરોડની વીજ ચોરી પકડી પાડવામાં આવી છે.

બીજી તરફ પીજીવીસીએલ દ્વારા વિજીલન્સ કામગીરી સુદ્રઢ કરવા તથા ડીવીઝનની કામગીરીઓમાં સુધારો કરી થતી નુકશાની દુર કરવા બાબતે એક દિવસના સેમીનારનું આયોજન પીજીવીસીએલના મેનેજીંગ ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ નિગમિત કચેરી, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ સર્કલના વિજીલન્સ વિભાગના તેમજ ચેકિંગ ટુકડીઓના તમામ અધિકારીઓ હાજર રહેલ.

આ સેમિનારમાં આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વિજીલન્સ કામગીરીઓ વધુ સુદ્રઢ રીતે કરવા માટે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવેલ. ખાસ કરીને હાઈલોસ વાળા વિસ્તારો-ગામોમાં તથા કોમર્શીયલ / ઇન્ડસ્ટ્રીયલ વીજ જોડાણોમાં વધુમાં વધુ વીજ ચોરી ઝડપવા માટે નક્કી કરવામાં આવેલ.

સેમિનાર દરમ્યાન વિવિધ વિષયો જેમકે ફીડરમાં વધુ લોસીસ હોય તેમાં કઈ રીતે ધટાડો કરી શકાય?, લોસીસ ઘટાડવા માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો તે માટે શું કરી શકાય વગેરે પર ચર્ચા-વિચારણા કરવામાં આવેલ અને તેનું પ્રેઝન્ટેશન હાજર રહેલ અધિકારીઓ સમક્ષ રાખવામાં આવેલ. વિશેષમાં પેનલ એડવોકેટ જે.એમ.મગદાણી તેમજ લીગલ વિભાગનો બહોળો અનુભવ ધરાવતા આર.વી.નિમાવત દ્વારા સ્થાપન ચકાસણી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કાનૂની પાસાઓ અંગે વિશદ ચર્ચા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

કરવા માટે ચર્ચા-વિચારણાઓ કરવામાં આવેલ. ખાસ કરીને હાઈલોસ વાળા વિસ્તારો-ગામોમાં તથા કોમર્શીયલ / ઇન્ડસ્ટ્રીયલ વીજ જોડાણોમાં વધુમાં વધુ વીજ ચોરી ઝડપવા માટે નક્કી કરવામાં આવેલ.

આ એક દિવસીય વર્કશોપમાં મેનેજીંગ ડાયરેક્ટર પ્રીતિ શર્મા મેડમ, મુખ્ય ઈજનેર (ટેકનીકલ) પી.જે.મહેતા, અધિક્ષક ઈજનેરયુ.જી.વસાવા,જે.એ.ગોસાઈ તેમજ જે.બી.ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત રહી યોગ્ય માર્ગદર્શન તેમજ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.