વિદ્યાર્થી હિત માટે યુનિવર્સિટી સતત ચિંતિત : કુલપતિ ડો. ચેતન ત્રિવેદી
શનિવારે સતત ત્રીજા દિવસે જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વધુ ત્રણ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં પી.જી.ડી.એસ.એ. સેમેસ્ટર ૨ નું ૭૩.૦૮ ટકા, બેચલર ઓફ ફીઝીયોથેરાપી (બી.પી.ટી) ફાઈનલ વર્ષનું ૧૦૦ ટકા તથા બેચલર ઓફ હોમિયોપેથીક મેડીકલ એન્ડ સર્જરી (બી.એચ.એમ.એસ.) ના પ્રથમ તથા દ્વિતિય વર્ષની રેમેડીયલ પરીક્ષાનું પુન:મૂલ્યાંકનનું પરિણામ જાહેર થયું હતું.
યુનિ.ની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ પી.જી.ડી.સી.એ. તથા બી.પી.ટી. ના પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુન:મૂલ્યાંકન કરાવવા ઈચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાં આપેલ લીંક વિિંંા://બસક્ષળી.લશાહ.ક્ષયિં પર પોતાનું યુઝર નેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઈન અરજી કરી શકશે.
સતત, ચોકસાઈ અને ઝડપથી અપાઇ રહેલા પરિણામ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું કે, તમામ પરિણામો સમયસર આપી દેવાથી વિદ્યાર્થીઓને પણ રાહત થઈ રહી છે, અને યુનિવર્સિટી વિદ્યાર્થી હિત માટે સતત ચિંતિત છે.