બે રાઉન્ડ બાદ 20મી ઓક્ટોબરથી શૈક્ષણિક સત્ર શરૂ થઈ જશે
પીજી મેડિકલ માટે ઓલ ઈન્ડિયા ક્વોટાની અને સ્ટેટ ક્વોટાની કાઉન્સેલિંગ પ્રક્રિયાનો નવો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.જે મુજબ પીજી મેડિકલ-ડેન્ટલ ઓલ ઈન્ડિયા ક્વોટા કાઉન્સેલિંગ રજિસ્ટ્રેશન 15 સપ્ટેમ્બરથી શરૃ થશે.
બે રાઉન્ડ બાદ 20મી ઓક્ટોબરથી શૈક્ષણિક સત્ર શરૃ થઈ જશે. પીજી મેડિકલ પ્રવેશ પરીક્ષા-નીટનું પરિણામ આવ્યાને ત્રણ મહિનાથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી પીજી મેડિકલ કાઉન્સેલિંગ-પ્રવેશ પ્રક્રિયા શરૃ થઈ નથી. અગાઉ કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 1લી સપ્ટેમ્બરથી ઓલ ઈન્ડિયા ક્વોટા પ્રવેશ પ્રક્રિયા શરૃ કરવાની જાહેરાત સાથેનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરી દેવાયો હતો પરંતુ દેશભરની અનેક મેડિકલ કોલેજોમાં પીજી બેઠક વધારાની અને રીન્યુઅલ પરમિશનની મંજૂરી બાકી હોવાથી પ્રવેશ પ્રક્રિયા મોકુફ કરી પ્રવેશ-કાઉન્સેલિંગ કાર્યક્રમ રદ કરવામા આવ્યો હતો. હવે મેડિકલ કમિશન દ્વારા કેન્દ્ર સરકારની સૂચનાથી નવો પ્રવેશ-કાઉન્સેલિંગ કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. જેમાં સ્ટેટ ક્વોટાનો કાર્યક્રમ પણ આપવામા આવ્યો છે.
ઓલ ઈન્ડિયા ક્વોટા માટે 15 સપ્ટેમ્બરથી રજિસ્ટ્રેેશન શરૃ થશે અને જે 23મી સુધી ચાલશે.20થી 25 સપ્ટે. ચોઈસ ફિલિંગ થશે અને 28મી સપ્ટેમ્બરે ઓનલાઈન સીટ એલોટમેન્ટ જાહેર થશે. પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીએ 4 ઓક્ટોબર સુધીમાં કોલેજ જોઈનિંગ કરી લેવાનું રહેશે. ડીમ્ડ-સેન્ટ્રલ યુનિ.ની બેઠકો માટે પણ આજ તારીખ-સમય મુજબની પ્રક્રિયા રહેશે. જ્યારે સ્ટેટ ક્વોટા માટે જે તે રાજ્યની પ્રવેશ સમિતિ દ્વારા 25 સપ્ટે.થી 4 ઓક્ટોબર દરમિયાન પહેલો રાઉન્ડ કરવાનો રહેશે.
ઓલ ઈન્ડિયા ક્વોટા માટે બીજો રાઉન્ડ 10થી18 ઓક્ટોબર અને સ્ટેટ ક્વોટા માટે 15થી26 ઓક્ટોબર બીજો રાઉન્ડ રહેશે.
બીજા રાઉન્ડ અંતર્ગત ઓલ ઈન્ડિયા ક્વોટા માટે 26 ઓક્ટો.સુધી અને સ્ટેટ ક્વોટા માટે બીજી નવેમ્બર સુધી વિદ્યાર્થીએ કોલેજ જોઈનિંગ કરવાનું રહેશે.બે રાઉન્ડ બાદ મોપઅપ રાઉન્ડ થશે.જે ઓલ ઈન્ડિયા ક્વોટા માટે 31 ઓક્ટો.થી 8 નવેમ્બર અને સ્ટેટ ક્વોટા માટે 9 નવે.થી14 નવે.થશે.ત્યારબાદ વેકેન્ટ ક્વોટા રાઉન્ડ થશે.