આજે રાષ્ટ્રીય પાલતું દિવસે જે પ્રાણીઓ પાસે ઘર નથી તેને દત્તક લઈને સહાયભૂત થવું: તેને માટે આશ્રય સ્થાનો અને આહારની પણ વ્યવસ્થા કરવી જરૂરી

પ્રાચિન કાળથી માનવજાતી પશુ-પક્ષીઓ વચ્ચે જીવતો આવ્યો છે,  ત્યારે બદલાતા યુગો સાથે માનવીએ જ પર્યાવરણ નષ્ટ કરતાં આ પ્રાણીઓનાં આવાસ છીનવાતા મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.દુનિયામાં સૌથી વધુ  આપણા પાલતું  પ્રાણીઓ જ આપણા જીવનમાં  પ્રેમ અને આનંદ લાવે છે.આજે રાષ્ટ્રીય પાલતું પ્રાણી દિવસ સમગ્ર વિશ્ર્વમાં  ઉજવાય રહ્યો છે.ત્યારે પૃથ્વીવાસીઓએ આપણી ઈકો  સિસ્ટમ સાથે જોડાયેલા પશુ-પક્ષી અને પ્રાણીઓની જાળવણી કરવી જરૂરી છે. આપણે જ  વિકાસની હરણફાળમાં   તેના આવસો અને ખોરાક છીનવતા ઘણા પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે.

આજના યુગમાં ઘર આસપાસ કે  ફલેટ પાસે   કુતરા-બિલાડી-કબૂતર જેવા ઘણા પશુ પક્ષીઓ આવે છે.  તેને ખોરાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા  કરવી જરૂરી છે.

મોટાભાગના  પ્રાણીઓ માટે પાલતુ દિવસ ઉજવાય રહ્યો છે. ત્યારે છેલ્લા દશકામાં આપણા સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ  પ્રાણીઓ  પાળવાનો ક્રેઝ વધ્યો છે.  આજે તો યુવા વર્ગ પણ પોપટ કબુતર, ડોગ કેટ અને માછલી જેવા પેટને પાળી રહ્યા છે.  ડોગ લવરતો તેના સંતાનો કરતાં પણ તેને વધુ પ્રેમ  કરતા જોવા મળે છે. આપણે પાલતુ પ્રાણીને સાચો મિત્ર ગણીએ છીએ.

પાલતુ પ્રાણી  તમારી સાથે રહેવા શકય તેટલા પ્રયાસો કરે છે. વૈજ્ઞાનિક  તારણો મુજબ  પ્રાણીઓ રાખવાથી  મનને શાંતી મળે છે.  આજે મોટાભાગના  લોકોને પ્રાણીઓનો ઉછેર  કરવો ગમે છે. 2006 થી આ  નેશનલ  પેટ્સડે ઉજવાય છે.મુખ્યત્વે અમેરિકામાં ઉજવાતા આ દિવસ હવે  ભારત સહિત અન્ય દેશોમાં પણ ઉજવાય છે. નિષ્ણાંતો માને છે કે ઘરમાં પ્રાણી રાખવાથી તમારી માનસિક  સ્વાસ્થ્યમાં સુધારો  જોવા મળે છે.  પ્રાણીઓ તમારી એકલતા અને તણાવને દૂરક રે છે. આજના દિવસે તમારા પાલતુ પ્રાણીને  લઈને બહાર ફરવા જાવ ને સરસ સેલ્ફીલો અને તેના માટે વિવિધ  વસ્તુઓ લઈને  તેને શરગારીને વિવિધ રમકડાંથી રમાડીને ખૂબજ પ્રેમ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.