૫૫૦૦ પેટ્રોલ પંપોની કમિશન, વધારે પડતી ઘટનો ઉકેલ નહીં આવે તો ૧૨મીએ ફરીથી ખરીદી અને વેચાણ બંધ
જૂન મહિનાથી સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો રોજબરોજ બદલાઈ રહ્યા છે. આ પઘ્ધતિ પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશનને મંજુર ન હોવા છતાં જબરદસ્તીથી લાગુ કરવામાં આવી હોય તેના પરિણામે પેટ્રોલપંપ સંચાલકોને એવરેજ રૂ.૫૦,૦૦૦નું નુકસાન થતું હોય. સરકારની નીતિના વિરોધમાં આજે દેશના ૫૫,૦૦૦ પેટ્રોલપંપ સંચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહીં ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ નિર્ણયના કારણે ગુજરાતના કેટલાક શહેરોમાં ગ્રાહકોમાં ગેરસમજ ફેલાતા અમદાવાદ, વડોદરા સહિત કેટલાક શહેરોમાં પેટ્રોલપંપ પર લાંબી કતારો જોવા મળી હતી. જયારે રાજકોટના નાગરિકોમાં જાગૃતિ હોય આ પ્રકારના કોઈ દ્રશ્યો પેટ્રોલપંપો પર જોવા મળ્યા ન હતા.
આ અંગે માહિતી આપતા જલારામ પેટ્રોલપંપના પંકજભાઈ કોટેચાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા વખતથી ઓઈલ કંપનીને એસો. દ્વારા અનેક પ્રશ્ર્નો અંગે રજુઆત કરવામાં આવતી હતી. જેમાં કમિશન, ગાડી તથા ૧૬ જુનથી સરકારે જે દરરોજ પ્રાઈઝ રીવાઈઝ કરવાનો નિર્ણય કર્યો છે. તે અંગે રજુઆત કરી હતી. જેના લીધે ડિલર ભાઈઓને ખુબ જ મોટા પ્રમાણમાં નુકસાની થઈ રહી છે અને ઓઈલ કંપની દ્વારા પ્રાઈઝ પ્રોટેકશન પણ આપવામાં આવતું નથી. જેના ભાગ‚પે આજે તથા તા.૧૨ના રોજ નો પર્ચેઝ, નો સેવીંગ રાખેલું છે. ઓઈલ કંપની દ્વારા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે, પરંતુ કોઈ રીસપોન્સ આપવામાં આવતો નથી, જેના કારણે દરરોજ પ્રાઈઝ માઈનસમાં જઈ રહ્યા છે. લાખો ‚પિયાની નુકસાની જઈ રહી છે. ડિલરને નફો તો નહી પરંતુ નુકસાન કરવુ પડી રહ્યું છે. જેના કારણે ડિલરો આ માર્ગે જઈ રહ્યા છે.
ઓમ પેટ્રોલિયમના ગોપાલભાઈ ચુડાસમાએ ‘અબતક’ને જણાવ્યું હતું કે, તા.૧૬ જુનથી જે દરરોજ પ્રાઈઝ રીવાઈઝ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લગાડવામાં આવ્યો છે. વિદેશમાં શકય થયું છે જેનું મુખ્ય કારણ એ છે કે, ગ્રાહકોને ફાયદો થાય, જેનાથી ડિલર્સોને સહેજ પણ વાંધો નથી, આખા ભારતમાં કુલ ૫૩ હજાર ડિલરો છે. જેમાં ૮૦ ટકા ડિલરો ૧૦૦ કેલથી ઓછુ વેચાણ કરતા હોય છે. છેલ્લા ૧૫ દિવસમાં દરેક ડિલરે દરરોજના ૬૦ થી ૭૦ હજાર જેટલી નુકસાની ભોગવવી છે. જે ૫૩ હજાર પંપ ડિલરો છે તેમાં ૬૦ ટકા પાસે ઓટોમેશનવાળા યુનિટ જ નથી. જો ઓટોમેશન હોય તો ડિલરને સવારે ૧૦ વાગ્યે જવાની જ‚ર ના પડે અને ઓટોમેટીકલી પ્રાઈઝ રિવાઈઝડ થઈ જાય અને જો ૧૨ તારીખ સુધી કોઈ પગલા નહીં લેવાઈ તો એસોસિએશન જે નકકી કરશે તે દિશામાં આગળ વધશે.