રાજકોટ પેટ્રોલપંપ ડીલર્સ એસોસિએશનને કહ્યું આ વાત માત્ર અફવા જ છે
ટ્રક-ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે આવતીકાલી પેટ્રોલપંપો પર પેટ્રોલ નહીં મળે તેવી ખોટી અફવાને પગલે આજે રાજકોટના મોટાભાગના પેટ્રોલપંપો પર લોકોએ કતારો લગાવી ટેન્ક ફૂલ કરાવી હતી. જો કે, હકીકતમાં આ એક અફવા જ હોવાનું બહાર આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે સવારી જ રાજકોટ શહેરમાં કાલી પેટ્રોલ નહીં મળે તેવી વ્યાપક અફવા ઉઠતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો પોતાના ટુ-વ્હીલર, ફોર-વ્હીલર લઈ પેટ્રોલપંપે કતારો લગાવી ટેન્ક ફૂલ કરાવી લીધી હતી. દરમિયાન આ મામલે રાજકોટ પેટ્રોલપંપ ડિલર એસો.ના ગોપાલભાઈનો સંપર્ક સાધતા તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પેટ્રોલપંપ ખુલા જ રહેનાર છે અને પેટ્રોલ-ડિઝલના જથ્થાનું પરિવહન પણ ચાલુ છે. જેી પેટ્રોલપંપો બંધ રહેશે તે વાત માત્રને માત્ર અફવા છે જેી કરી લોકોએ આવી અફવામાં ન દોરાવવું. બીજી તરફ ટ્રાન્સપોર્ટ એસો.એ પણ તમામ આવશ્યક ચીજ-વસ્તુઓનું પરિવહન ચાલુ હોય પેટ્રોલપંપ પર પેટ્રોલ-ડિઝલ નહીં મળે તે વાત પણ અફવા ગણાવી હતી.