પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાણે આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. આતર રાષ્ટ્રીય બજારમાં ફુડ બેરલના ભાવમાં થોડી રાહત હોવા છતાં ભારતમાં પેટ્રોલીયમ પેદાશોમાં ચાલતા એક ધારા વધારામાં લોકોને રાહત મળતી નથી. ભાવ વધારો અટકવાનું નામ લેતો નથી.
આજે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો થયો હતો. તહેવારોની સિઝનમાં જ ભાવ વધારાનાં સીલસીલો ચાલુ થતા મોધવારીએ માઝા મૂકી છે. વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે સરકાર પણ ટેકસ ઘટાડી લોકોને ભાવ વધારાથી રાહત આપવાના મુડમાં ન હોય તેવું લાગી રહ્યું છે.
આજે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 34 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીેટરે 38 પૈસાનો ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. જયારે ડીઝલના ભાવ રૂા. 102.42 પહોંચી ગયો છે. સીએનજીના ભાવમાં પણ ગઇકાલે વધારો થયો હતો. વાહન ચાલકોને ચોતરફથી ભાવ વધારાના ચાબુક ઝીંકવામાં આવી રહ્યા છે.