આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો વધારો
પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં વધારો ઝીંકવાનો સીલસીલો આજે યથાવત રહ્યો છે. આજે રાજકોટમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર 106 રૂપીયાને પાર થઈ ગયો છે. આજે પેટ્રોલના ભાવમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
દિવાળીના તહેવારોમાં પણ ભાવ વધારાનો સીલસીલો યથાવત રહેવા પામ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિલીટર 35 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 40 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
રાજકોટમાં આજે પેટ્રોલના ભાવ રૂ.106.01 જયારે ડીઝલના ભાવ રૂ. 105.84 પહોચી ગયા છે.