તેલના ભાવમાં સતત 9માં દિવસે પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે. ગુરુવારે પેટ્રોલ 9 પૈસા અને ડીઝલ 8 પૈસા સસ્તું થયું છે. પેટ્રોલના ભાવમાં ઘટાડા પછી ચારેય મેટ્રો સિટીની સરખામણીએ દિલ્હીમાં ભાવ સૌથી ઓછા નોંધવામાં આવ્યા છે. છેલ્લા 9 દિવસથી ભાવમાં ઘટાડો આવી રહ્યો હોવા છતા મુંબઈમાં હજુ પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ અન્ય શહેરોની સરખામણીએ વધારે છે. અહીં પેટ્રોલનો ભાવ લિટર દીઠ 85.45 રૂપિયા અને ડીઝલનો ભાવ રૂ. 73.17 નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, 29 મેથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 9 દિવસોમાં પેટ્રોલના ભાવમાં 84 અને ડીઝલના ભાવમાં 62 પૈસાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.
પેટ્રોલ 9 પૈસા સસ્તું થયું
શહેર | આજનો ભાવ | 6 જૂનનો ભાવ |
દિલ્હી | રૂ. 77.63 | રૂ. 77.72 |
કોલકાતા | રૂ. 80.28 | રૂ. 80.37 |
મુંબઈ | રૂ. 86.45 | રૂ. 86.54 |
ચેન્નાઈ | રૂ. 81.59 | રૂ. 81.68 |
ડીઝલ 8 પૈસા સસ્તું થયું
શહેર | આજનો ભાવ | 6 જૂનનો ભાવ | કેટલો ઘટાડો થયો |
દિલ્હી | રૂ. 68.73 | રૂ. 68.80 | 7 પૈસા |
કોલકાતા | રૂ. 71.28 | રૂ. 71.35 | 7 પૈસા |
મુંબઈ | રૂ. 73.17 | રૂ. 73.25 | 8 પૈસા |
ચેન્નાઈ | રૂ. 72.56 | રૂ. 72.64 | 8 પૈસા |