આંતરરાષ્ટ્રીય બજારમાં આવી રહેલા બદલાવના પગલે ક્રમશ: ભાવવધારાનો સામનો કરતા ગ્રાહકો
દેશમાં ગઈકાલે મધરાતથી પેટ્રોલના ભાવમાં લિટરે ૧.૨૩ પૈસા જયારે ડીઝલના ભાવમાં ૮૯ પૈસાનો વધારો કર્યો છે. અમદાવાદમાં હવે ટેકસ સાથે પેટ્રોલ ૧.૬૧ ‚પિયા, ડિઝલ ૧.૧૭ ‚પિયા મોંઘા થયા છે. ઉપરાંત સબસીડીવાળા રાંધણ ગેસના સિલિન્ડરનો ભાવ ૩.૮૮ ‚પિયા વધી ગયો છે. જોકે બિન સબસિડીવાળા સિલિન્ડરના ભાવમાં ૭૮.૫૦ ‚પિયાનો ઘટાડો કરાયો છે. નવા ભાવો મધરાત ૧૨ વાગ્યાથી લાગુ થઈ ગયો છે.
પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારાની પાછળનું કારણ આંતરરાષ્ટ્રીય, ઓઈલ માર્કેટ અને આઈએનઆર-યુએસડી દ્વારા ભાવમાં બદલાવ ચાલુ રહ્યો છે. તેમજ માર્કેટનો ટ્રેન્ડ પણ આ ભાવના બદલાવના કારણે ક્રમશ: વધારો કરી રહ્યો હોવાનું નિષ્ણાંતો જણાવે છે. દર ત્રીજે-ચોથે દિવસે સ્થાનિક ક્ષેત્રે કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય વલણના પગલે ભાવ વધારવામાં આવી રહ્યા છે.
વર્તમાનમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આઈએનઆર-યુએસડીમાં બદલાવના કારણે વેચાણની કિંમતો વધી રહી છે. જેના કારણે ગ્રાહકોને સતત ભાવ વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. એવું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન કે જે આ ક્ષેત્રે સૌથી મોટા રીટેલર છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.