ગત નાણાકીય વર્ષમાં સરકારને આઠ લાખ કરોડની ઈંધણ માં આવક થઈ
કોરોનાના કપરા સમયમાં પણ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સહેજ પણ ભાવમાં ઘટાડો કર્યો ન હતો ત્યારે લોકોને એ વાત પર સતત પ્રશ્નાર્થ ઊભો થતો હતો કે જ્યારે ક્રૂડનો ભાવ ખૂબ ઓછો હતો તે સમયે ભારતે તેનો સંગ્રહ મોટી માત્રામાં કરી તેને હાઈ સીમા અને અન્ય દેશોમાં સ્ટોર કર્યો છે તો કયા કારણોસર ભારત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો નથી કરતું?
ત્યારે એ વાત સામે આવી રહી છે કે કોરોના ના વધતા કેસોની સામે જે રીતે ઓક્સિજન અને રસી માટેની રસાખેચ જોવા મળતી હતી તેમાં ભારત સરકારે મહત્તમ તેનું બજેટ ની રકમ લોકોના સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરી હતી પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ન કરતાં જે એક્સાઇઝ ડ્યુટી વધુને વધુ સરકારને આવક રૂપે મળી તેનો ઉપયોગ કોરોનાને નાથવામાં કરવામાં આવ્યો હતો.
સંસદના સત્રમાં નાણા મંત્રી નિર્મલા સીતારામને સાંસદોને માહિતગાર કરતા કહ્યું હતું કે ગત ત્રણ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારને પેટ્રોલ અને ડીઝલના એક્સાઇઝ ટેક્સ માંથી આઠ લાખ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાંથી ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૧ માં ૩.૭૧ લાખ કરોડ રૂપિયાની આવક જોવા મળી છે. નાણામંત્રીએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે ઓક્ટોબર 2018 થી નવેમ્બર 2021 સુધીના ત્રણ વર્ષના સમયગાળામાં 8.42 રૂપિયા ની એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ ઉપર વધારવામાં આવી છે. જ્યારે ડીઝલમાં આ જ સમયગાળા દરમિયાન 6.47 રૂપિયા ની ડ્યુટી કુલ ત્રણ વર્ષમાં વધારવામાં આવી હતી.
બીજી તરફ આ એક્સાઇઝ ડ્યૂટીના વધારવાથી સરકારને વર્ષ 2018-19 માં 2.10 લાખ કરોડ, 2019-20માં 2.19 લાખ કરોડ અને 2020-21માં 3.71 લાખ કરોડની આવક થઈ છે. જે કુલ આવક આઠ લાખ કરોડને પાર પહોંચી છે ત્યારે કોરોના ની સ્થિતિ કાબુમાં આવતાની સાથે જ ચાલુ વર્ષના નવેમ્બર મહિનામાં સરકારે પેટ્રોલ અને ડીઝલની એકસાઇઝ ડયૂટીમાં રૂપિયા પાંચ અને રૂપિયાદસ પ્રતિ લીટરનો ઘટાડો પણ કર્યો હતો.