ભાવની રોજીંદી સમીક્ષા કરવા ઓઇલ કંપનીઓની તૈયારી: મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સાથે બેઠક
વિશ્ર્વના ઘણા દેશોમાં ઓઇલ કંપનીઓ ઇંધણના ભાવમાં દરરોજ વધઘટ કરતી હોય છે. ત્યારે હવે ભારતમાં પણ ઓઇલ કંપનીઓ ઇંધણના ભાવની રોજીંદી સમિક્ષા કરશે. જેના પરિણામે પેટ્રોલ-ડીઝલના ભાવમાં દરરોજ વધઘટ થઇ
શકે તેમ છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઇંધણના ભાવ સાથે કદમથી કદમ મીલાવવા માટે ભારતીય ઓઇલ કંપનીઓ દર પંદર દિવસે ભાવની સમિક્ષા કરવાનું બંધ કરે તેવી શકયતા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પો. ભાવત પેટ્રોીયમ અને હિન્દુસ્તાન પેટ્રોલીયમ ઇંધણના ભાવની દરરોજ સમિક્ષા કરવાની શકયતાઓ તપાસી રહી છે આ કંપનીઓ દેશના ૯૫ ટકા કયુબ રીટેલ માર્કેટ ઉપર આધિપત્ય જમાવે છે.
ઇંધણના ભાવની રોજીંદી સમીક્ષા મામલે ઓઇલ કંપનીઓના અધિકારીઓ તાજેતરમાં જ ઓઇલ મીનીસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનને મળ્યા હતા અને હવે આ પ્રવૃત્તિને અમલમાં મૂકવા કંપનીઓની પુરતી તૈયારી હોવાનું કહ્યું હતું. અગાઉની સરખામણીએ આજના સમયમાં ઇંધણના ફીલીંગ સ્ટેશન આધુનીક બન્યા હોવાથી પ્રવૃત્તિ અમલમાં મુકી શકાય તેમ છે.
હાલ ઓઇલ કંપનીઓ ૫૩૦૦૦ ફીલીંગ સ્ટેશન સુધી પેટ્રોલ-ડીઝલના ભાવની વિગતો દરરોજ પહોંચાડી શકે તેમ છે આ તમામ ફીલીંગ સ્ટેશનો ડીજીટલ ટેકનોલોજીથી સંપન્ન છે. અગાઉ ફોન કરેલ કે એસએમએસ દ્વારા કંપનીઓ ડીલર્સને નવા ભાવની જાણ કરતી હતી. જેમાં ઘણી વખત અસમાનતા જોવા મળતી હતી.ઇંધણના ભાવમાં રોજીંદી વધઘટની શું થાય?
પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજીંદી વધઘટ મામલે સામાન્ય લોકોને એકંદરે સીધી અસર થશે નહીં. ગયા અઠવાડીયે જેમ ઇંધણના ભાવમાં એકાએક ઘટાડો થયો તેમ દરરોજ થઇ શકે નહીં. પેટ્રોલ-ડીઝલના ભાવમાં માત્રે પૈસાનો ફેરફાર થશે જેનાથી ગ્રાહકોને આંચકો અનુભવાશે નહીં. અલબત કંપનીઓ રાજકારણના દબાણમાં આવ્યા વગર સરળતાથી ભાવ વધારો કરી શકાશે.