ભાવવધારાની અસર ચુંટણીને થઈ શકે તેવી રાજકીય પક્ષોની ભીતિ

ચુંટણી નજીક આવતા જ ઈંધણના ભાવ વધવાના એંધાણો મળી રહ્યા છે. જે રાજકીય પક્ષો માટે માથાનો દુખાવો બની રહ્યું છે.

વિશ્ર્વસ્તરીય ઓઈલ બેન્ચમાર્ક દ્વારા ક્રુડમાં વધારો કરવામાં આવ્યો છે જે હાલ વધીને ૬૦ ડોલર પ્રતિ બેરલ બની ચુકયુ છે. જે વર્ષ ૨૦૧૫ બાદના સૌથી મોંઘા ભાવ બની ચુકયા છે. ભારતને ૮૨ ટકા ઓઈલ વિદેશથી આયાત કરવુ પડે છે.

બેંચમાર્ક દ્વારા ક્રુડને આયાત કરવા માટે ૨૮ ટકાનો વધારો કર્યો છે. જયારે ૭૨ ટકાના ઓઈલનું વેચાણ દુબઈ અને ઓમાનથી ઓછી ગુણવતા ધરાવતું આવતું હોવાને કારણે તેના ભાવ ઓછા રાખવામાં આવ્યા છે. જોકે ભારતમાં છેલ્લા અમુક દિવસો પહેલા જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો પરંતુ હાલ થયેલી પરિસ્થિતિ સરકારની સતામાં નથી માટે આ વિશ્ર્વસ્તરીય નિર્ણયો છે.

જોકે પ્રજાનો રોષ પણ આ બાબતે વધશે કારણકે ચુંટણી નજીક આવી રહી છે. જેની અસર મતદારો પર ચોકકસ થશે તેવી રાજકીય પક્ષોને ભીતિ છે પરંતુ આ વધારો યુએસ ક્રુડ ધરાવતી કંપનીઓ દ્વારા લેવાયો છે. જે સાઉથી અરેબિયા ઓઈલ માર્કેટ માટે ફાયદાકારક સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.