પેટ્રોલમાં 20 પૈસાના વધાર સાથે પ્રતિલિટરના રૂ. 88.45 જયારે ડિઝલ 35 પૈસાના વધારા સાથે રૂ. 88.20 એ પહોચ્યું

આજે ફરી એકવાર પેટ્રોલ-ડિઝલના ભાવ ઉંચકાતા આમજનતાની મુશ્કેલી વધી છે. પેટ્રોલના પ્રતિલિટરના રૂ. 88.45 જયારે ડિઝલના પ્રતિલિટરના રૂ.87.85 પૈસા થયા છે.

કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ ડિઝલનો ભાવ વધારો આમ જનતા માટે પડયા પર પાટુ સમાન છે. પેટ્રોલ-ડિઝલના અધધધ ભાવથી લોકો પરેશાન તો છે જ. ત્યારે બે દિવસના વિરામ બાદ અને મે માસમાં આજે સતત પાંચમી વખત પેટ્રોલ ડિઝલમાં ભાવ વધ્યો છે.

રાજકોટ-પેટ્રોલ ડીઝલ એસોસીએશનના જણાવ્યા મુજબ એપ્રીલ માસમાં માત્ર એક વખત પેટ્રોલ ડિઝલના ભાવ વધ્યા હતા. જયારે મે માસાં આજે સતત પાંચમી વખત ભાવ વધારો થયો છે.પેટ્રોલ આજે રૂ. 88.45 જયાર ડિઝલ રૂ. 88.20એ પહોચ્યું છે. પેટ્રોલમાં આજે વધુ 20 પૈસા વધ્યા છે. જયારે ડિઝલમાં 35 પૈસાનો વધારો થયો છે. તેમજ પેટ્રોલના છેલ્લા સાત દિવસમાં પર પૈસાનો અને ડિઝલમાં 69 પૈસાનો વધારો થયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.