તેરા સાથ હૈ તો મુજે ક્યાં કમી હૈ !!!

28 ટકા જીએસટી લાગે તો પેટ્રોલ-ડીઝલના એક્સાઈઝની 5 લાખ કરોડની આવક સરભર થઈ જાય અને ભાવ પણ નિયંત્રણમાં આવે

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવાના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે આર્થિક સુધારાઓના દોર વચ્ચે સરકાર માટે પેટ્રોલ-ડિઝલના વધતા જતાં ભાવ અને આંતરરાષ્ટ્રીય ક્રુડ બજાર પર સરકારનું કોઈ નિયંત્રણ ન હોવાથી મજબૂરીને લઈને ઈંધણના ભાવો હંમેશા ચિંતાનું કારણ રહ્યાં છે. વળી પેટ્રોલ-ડિઝલ મારફત મળતી કરની આવક પણ સરકાર માટે આવશ્યક છે તેવા સંજોગોમાં ક્રુડના ભાવ સાથે તાલમેલ મેળવવા માટે પેટ્રોલ ડિઝલને જીએસટીના દાયરામાં લાવવાની વિચારણા થઈ રહી છે પરંતુ રાજકીય રીતે પેટ્રોલ-ડિઝલના ભાવોને જીએસટીના દાયરામાં લાવવાની પરિસ્થિતિ હજુ એક દાયકા સુધી શક્ય ન હોવાના મત વચ્ચે પરિસ્થિતિ એવી સર્જાય છે કે, જો કેન્દ્ર સરકારને રાજ્યો સાથ આપે અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના સંકલનથી વ્યવસ્થા ગોઠવાય તો પેટ્રોલ-ડિઝલ પર લાગતા કરની અવેજીમાં જીએસટી દ્વારા જ સરકારને વર્તમાન પેટ્રોલ-ડિઝલની કરની આવક સાથે તાલમેલ મળી જાય અને ઈંધણને જીએસટીના દાયરામાં પણ લાવી શકાય.

જીએસટીના અમલ બાદ પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લવાયું નથી તેમ છતાં જીએસટીની આવકનો આંક અત્યારે સવા લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. બીજી તરફ એકસાઈઝની આવકમાં 5 લાખ કરોડ ખાદ્ય પુરવા માટે જો રાજ્ય સરકારોના સંકલનથી પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવામાં આવે તો સવા લાખ કરોડની આવકમાં નજીવો વધારો થાય અને 1.5 લાખ કરોડ સુધી લઈ જવામાં આવે તો એકસાઈઝની 18 લાખ કરોડની આવક સરભર થઈ જાય.

કોરોના મહામારીના પગલે પ્રવર્તી રહેલી લાંબા સમયની મંદી અને આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં ક્રુડ તેલના ભાવો તળીયે પહોંચી ગયા હોવા છતાં ભારતમાં રાજકોષીય ખાદ્યને દૂર કરવા માટે સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલની એકસાઈઝ ડ્યુટીમાં જરૂરી વધારો કર્યો હતો. પેટ્રોલ-ડિઝલના ભાવને જીએસટીના દાયરામાં લેવામાં આવે અને 28 ટકા જેટલો જીએસટી લગાવવામાં આવે તો વર્તમાન જીએસટીની આવકથી સવા લાખ કરોડ સામે દોઢ લાખ કરોડ રૂપિયા સુધીનો લક્ષ્યાંક સિદ્ધ થાય તેમ છે અને જો પેટ્રોલ-ડિઝલને એકસાઈઝમાંથી મુક્તિ આપવામાં આવે અને જીએસટીમાં આવરી લેવામાં આવે તો પેટ્રોલ-ડિઝલના ભાવોમાં 25 થી 30 રૂપિયાનો ઘટાડો શક્ય બને. અત્યારે તો પેટ્રોલ-ડિઝલના ભાવોને જીએસટીના દાયરામાં લવાય તેવી કોઈ શકયતા નથી. પરંતુ જો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એકબીજા વચ્ચે સંકલન અને સાથ સહકાર રચવામાં આવે તો પેટ્રોલ-ડિઝલની એકસાઈઝની આવકની અવેજીમાં જીએસટીમાંથી આવક ઉભી થાય. 28 ટકા જીએસટી લગાવવાથી પેટ્રોલ-ડિઝલની આવકમાંથી એકસાઈઝની 5 લાખ કરોડ રૂપિયાની આવકનો વિકલ્પ મળી રહે.

ગઈકાલે યોજાયેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં તો જો કે, અત્યારની કર વ્યવસ્થામાં પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લાવવાની શકયતા દૂર સુધી એક દાયકા સુધી દેખાતી નથી. પરંતુ જો  રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંકલન, સાથ યોજાય તો પેટ્રોલ-ડિઝલને જીએસટીના દાયરામાં લેવામાં આવે તો ભાવમાં પણ ઘટાડો થાય અને પેટ્રોલ-ડિઝલમાંથી આવતી એકસાઈઝની આવકથી વધુ આવક પણ ઉભી થઈ જાય.

જો જગત જમાદારી વચ્ચે ન આવે તો

ઈરાનને ખાંડ આપી ક્રુડ સસ્તા ભાવે મળી શકે

ભારત-ઈરાન વચ્ચે વેપાર અને પરસ્પરની મૈત્રી સંબંધોનો ઈતિહાસ ખુબજ લાંબો અને બન્ને પક્ષે લાગણીભર્યા રહ્યાં છે. અમેરિકાના પ્રતિબંધો પૂર્વેના લાંબા દોરમાં ભારતને ઈરાનની ઉદાર મૈત્રી નીતિનો ભરપુર લાભ મળ્યો હતો. ક્રુડ ઓઈલ, પેટ્રોલ-ડિઝલ અને ગેસમાં ઈરાન ભારતને ક્રેડીટથી અબજો રૂપિયાનો

માલ આપતું હતું. ભારત માટે ઈરાન સાથેના સંબંધો ખુબજ લાભકારક નિવડ્યા હતા. પરંતુ અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો ભારત વચ્ચેના વેપારમાં મોટા અવરોધ ઉભા કર્યા હતા. હવે ફરીથી ભારત પાસે ઈરાન સંબંધોને લઈને લાભનો અવસર આવ્યો છે. ઈરાન ભારત પાસેથી મોટાપાયે ખાંડની આયાત કરી રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી ઈરાન પાસે ભારતીય મુદ્રાની ખેંચ ઉભી થતાં ખાંડના નિકાસકારો માટે માલ આપીને ભારતીય ચલણમાં પૈસા મેળવવા મુશ્કેલી ઉભી થઈ છે ત્યારે ભારત અને ઈરાનની સરકારોએ ઈરાન પાસે ભારતીય રૂપિયાની ખેંચની પરિસ્થિતિનું નિવારણ લાવવા માટે ખાંડ સામે રૂપિયાના બદલે પેટ્રોલ-ડિઝલની આયાતની વ્યવસ્થા ગોઠવવાના ચક્રોગતિમાન થયા છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા અગ્રસચિવ સુધાંશુ પાંડેએ જણાવ્યું હતું કે, ઈરાન પાસે રોકડ રકમની ખેંચી ઉભી થઈ છે. તેની સામે ખાંડની આયાતની માંગ ઉભી થઈ છે ત્યારે ભારતના ખાંડ નિકાસકારો માટે રૂપિયાની લેણદેણમાં અવરોધ થયો છે તેની સામે સરકાર હવે ખાંડના બદલે કાચા ક્રુડ ઓઈલ અટકે, પેટ્રોલ-ડિઝલ-ગેસ સસ્તા ભાવે મેળવવા પ્રયાસ કરી રહી છે. ભારત અત્યારે વિશ્ર્વમાં બીજા નંબરનું સૌથી વધુ ખાંડ ઉત્પાદક દેશ બની રહ્યું છે. બ્રાઝીલ બાદ ભારતમાં 31 મીલીયન ટનનું ઉત્પાદન ખાંડનું થાય છે. જેમાંથી મોટાભાગની નિકાસ ઈરાનમાં થાય છે. હવે જો જગત જમાદારી વચ્ચે ન આવે તો ઈરાન પાસેથી ખાંડના બદલામાં સસ્તા ભાવે ઈંધણ મેળવી શકાય તેવી પરિસ્થિતિ થઈ છે.

સરકાર પેટ્રોલ-ડિઝલમાં 20 ટકા ઈથેનોલની છુટ આપે તો ભાવમાં મોટી રાહત મળે

પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવો અને માગ સામે પુરઠાની અછતની પરિસ્થિતિમાં ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટી રાહત થાય તેમ છે. અત્યારે રાજ્યમાં પેટ્રોલ-ડિઝલમાં 10 ટકા જેટલું ઈથેનોલ મિકસ કરવાની છુટ છે. જો આ છુટમાં વધારો કરી પેટ્રોલ-ડિઝલમાં 20 ટકા ઈથેનોલોની

છુટ આપવામાં આવે તો ભાવમાં ખુબજ મોટો ઘટાડો શક્ય છે. ગુજરાતમાં ઈથેનોલ મફતના ભાવમાં પડતર થાય છે. વળી ઈથેનોલનો મોટો જથ્થો સરપ્લસ રહે છે. જો પેટ્રોલ-ડિઝલમાં 10ના બદલે 20 ટકા ઈથેનોલોનો ઉપયોગ શરૂ થાય તો ગુજરાત પેટ્રોલ-ડિઝલના મહદઅંશે આત્મનિર્ભર બની શકે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.