દેશમાં ચાલતી કોરોના મહામારી વચ્ચે અવાકના સ્ત્રોતમાં ઘટાડો થયો ને ખીચ્ચાનો ખર્ચ વધતો ગયો. નોકરીનાં ફાંફાં, ઘંઘા રોજગાર ધીમા પડ્યા,આવક ઘટી ગઈ જેવી વગેરે આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બધાની વચ્ચે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી એકવાર વધારો ઝીંકાયો છે.

પેટ્રોલનાં ભાવમાં લિટરદીઠ 26 પૈસા અને ડીઝલનાં ભાવમાં લિટરે 33 પૈસા વધારવામાં આવ્યા છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ સોમવારે 25 પૈસા વધીને ઓલ ટાઇમ હાઇ 88.62 રૂપિયા પ્રતિ લિટર થયા છે, જ્યારે ડીઝલના ભાવ 35 પૈસા વધીને 88.35 રૂપિયા પ્રતિ લિટર થયા છે. દિલ્હીમાં ડીઝલના ભાવ લિટરે રેકોર્ડ બ્રેક વધતા 82.06 થયા છે. પેટ્રોલનો ભાવ ઓલટાઈમ હાઈ 91.53 રૂપિયા થયો છે.

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો યથાવત્ છે. મંગળવારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ હાઈ સપાટી પર પહોંચી ગયો છે. પેટ્રોલનો ભાવ 88.91 રૂપિયા પ્રતિ લીટર અને તો ડીઝલનો ભાવ 88.71 રૂપિયા પ્રતિ લીટર છે. છેલ્લા 1 અઠવાડિયામાં 5 વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવતા લોકોના ખીચ્ચા પર અસર પડી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.