અમેરિકાએ લાદેલા પ્રતિબંધને કારણે ઈરાનમાંથી તેલની નિકાસ ઘટી
દેશમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મોંઘવારી સામે ઝઝૂમી રહેલા માનવી માટે તેલની કિમંતો ખિસ્સા પર બોજો બની રહી છે. પેટ્રોલના ભાવમાં સતત ૧૨ દિવસથી ભાવવધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ રૂ. ૮૬.૭૨ પ્રતિ લીટરે પહોચ્યા તો ડિઝલમાં પણ વધારો થયો હતો. ત્યારે ડોલર સામે રૂપીયાનું સતત અવમૂલ્યન થઈ રહ્યું છે. જેને મુદે સોમવારે ૧૦મી સપ્ટેમ્બરે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું છે.
ગુજરાતનાં છોટા ઉદેપૂરમાં પેટ્રોલનો ભાવ રૂ. ૭૯.૬૪, પાટણમાં રૂ. ૭૭.૪૭, બનાસમાં રૂ. ૭૯.૬૩ અને સાબરકાંઠામાં રૂ.૮૦ પ્રતિ લીટર થઈ રહ્યા છે. પેટ્રોલ ડિઝલમાં ભાવ વધારાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં ૭૭ રૂ. પ્રતી લીટરે પેટ્રોલ પહોચ્યું છે. કોંગ્રેસે વિપક્ષોને પણ ભારત બંધમાં જોડાવવાની અપીલ કરી હતી. અને સરકારને આ અંગે ધ્યાન દોરવાની રજૂઆત કરી હતી કોંગ્રેસે નિર્ણય લીધો છે કે તેઓ ૧૦મી સપ્ટેમ્બરે એટલે કે સોમવારના રોજ ભારત બંધ કરાવશે અને વેટ તેમજ ઈંધણમાં થયેલ રૂ.૧૧ લાખની લૂંટ અંગે પણ સરકારનું ધ્યાન દોરવામાં આવશે.કોંગી નેતા સૂર્જેવાલાએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ પેટ્રોલ ડિઝલના ભાવ ઘટાડામાં મદદરૂપ થશે અને સામાન્ય નાગરીકો ઈંધણના ભાવ ખમી શકે ત્યારે આ અંગે કોંગ્રેસે અન્ય પાર્ટીઓને જોડાવવાની પણ અપીલ કરી હતી. કોંગ્રેસ ભારત બંધમાં પોતાની સાથે સામાજીક સંસ્થાઓ, એનજીઓ તેમજ ક્રાંતીકારીઓને પણ સાથે રાખશે.
આંતરરાષ્ટ્રીય બેરલ પ્રતી લીટરના ભાવ વધી રહ્યા છે અને ક્રુડ ઓઈલની આયાત નિકાસની ધારાધોરણોમાં પણ પરિવર્તન કરવામાં આવ્યા છે. ત્યારે તેની અસર પેટ્રોલ ડિઝલના ભાવમાં જોવા મળી છે. ત્યારે ભારત બંધ કરી કોંગ્રેસ ઈંધણના ભાવ વધારાની સમસ્યાનું સમાધાન કરવા મથામણ કરશે. પેટ્રોલમાં ભાવ વધારાનું એક કારણ અમેરિકાએ લાદેલા પ્રતિબંધનું છે તેથી ઈરાનમાંથી આવતા તેલની નિકાસ ઘટી છે અને પશ્ર્ચિમ એશિયામાં તણાવનો માહોલ જણાઈ રહ્યો છે.