પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાને કારણે આજે કોંગ્રેસે ભારત બંધનું એલાન કર્યું છે. આ દરમિયાન આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં નવો વધારો થયો છે. પેટ્રોલના ભાવમાં 23 પૈસાનો વધારો થયો છે જ્યારે ડીઝલમાં 22 પૈસાનો વધારો થયો છે. આ નવા વધારા પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 80.73 રૂપિયા/લીટર થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 88.12 રૂપિયા પર પહોંચી છે.
ડીઝલના ભાવોમાં પણ રાહત મળી નથી. આજે ડીઝલના ભાવોમાં 22 પૈસાનો વધારો થયો છે, જે પછી દિલ્હીમાં ભાવ 72.83 રૂપિયા/લીટર થયો છે, જ્યારે મુંબઈમાં ડીઝલનો ભાવ 77.32 રૂપિયા/લીટર થયો છે.
Petrol at Rs 80.73/litre (increase by Rs 0.23/litre) and diesel at Rs 72.83/litre (increase by Rs 0.22/litre) in Delhi. Petrol at Rs 88.12/litre (increase by Rs 0.23/litre) and diesel at Rs 77.32/litre (increase by Rs 0.23/litre) in Mumbai. pic.twitter.com/DqVtFusOdr
— ANI (@ANI) September 10, 2018