પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારે પણ ઈંધણના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. આ ભાવ વધારા પછી દિલ્હીમાં ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. પેટ્રોલનો ભાવ પણ નેશનલ કેપિટલ રીજન (NCR)માં લિટર દીઠ રૂ. 78.30ની સપાટીએ પહોંચી ગયો છે.

ગુરુવારે પેટ્રોલની કિંમતમાં 12 પૈસાનો વધારો થયો હતો. આ વધારા પછી દિલ્હી એનસીઆરમાં પેટ્રોલનો લીટર દીઠ ભાવ રૂ. 78.30ની સપાટીએ પહોંચી ગયો હતો. જ્યારે કોલકાતામાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ. 81.30, મુંબઈમાં રૂ. 85.72 અને ચેન્નાઈમાં રૂ. 81.35 ચૂકવવો પડે છે.

ડીઝલના ભાવની વાત કરીએ તો તેમાં પણ સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ગુરુવારે ડીઝલના ભાવમાં 18 પૈસાનો વધારો થયો હતો. ઈન્ડિયન ઓઈલ કંપની પ્રમાણે દિલ્હી એનસીઆરમાં એક લીટર ડીઝલ માટે રૂ. 69.93 ચૂકવવા પડે છે. આમ, ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. આમ, ડીઝલનો ભાવ એક વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયો છે. કોલકાતમાં ડીઝલનો લીટર દીઠ ભાવ રૂ. 72.28, મુંબઈમાં રૂ. 74.24 અને ચેન્નાઈમાં રૂ. 73.88 ચૂકવવો પડે છે. આમ, ડીઝલનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.