પેટ્રોલની કિંમતમાં 29 પૈસાઅને ડીઝલની કિંમતમાં 38 પૈસાનો વધારો
પેટ્રોલ અને ડીઝલની કિંમતો ભાવ વધારો સતત ચાલુ છે. આજે પેટ્રોલના ભાવમાં પ્રતિલીટર 29 પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટર 38 પૈસાનો વધારો ઝીંકાયો છે. હવે પેટ્રોલની માફક ડીઝલનેણ જાણે સદી ફકારવાની ઉતાવળ હોય. સતત ભાવ વધારાથી વાહન ચાલકો ત્રાહીમામ થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ બેરલનો ભાવ આસમાને આંબી ગયો છે. આવામાં આગામી દિવસોમાં પણ પેટ્રોલીયમ પેદાશેમાં ભાવ વધારો ચાલુ જ રહેશે.
આજે પેટ્રોલની કિંમતમાં 29 પૈસાનો વધારો થવાના કારણે રાજકોટમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટર 100.34 રૂપીયાએ પહોચી જવા પામ્યો હતો. જયારે ડીઝલના ભાવમાં 38 પૈસાનો તોતીંગ ભાવ વધારાના કારણે ડીઝલનો ભાવ 99.40 રૂપીયાએ પહોચી ગયો છે. આગામી બે ત્રણ દિવસમાં ડીઝલની કિંમત પણ 100 રૂપીયાને પાર થઈ જશે.
પેટ્રોલ અને ડીઝલની કિમંતોમાં થઈ રહેલા સતત ભાવ વધારાના કારણે આગામી દિવસોમાં મોંઘવારી બેકાબૂ બને તેવી દહેશત પણ ભી થવા પામી છે. ભાવ વધારાને નાથવા માટે સરકાર દ્વારા ગંભીરતાથી કોઈ પગલા લેવામાં આવતા નથી.