છેલ્લા ઘણા દિવસથી પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવ પર વિપક્ષ અને જનતાનો આક્રોશનો સામનો કરી રહેલી સરકારને આમ બજેટ દ્વારા રાહત આપવાની કોશિષ કરી છે. બજેટમાં એકસાઇઝ ડ્યૂટી ઓછી કરવાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ કિંમત 80 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી.

હવે દિલ્હીમાં 71 રૂપિયા અને મુંબઇમાં 79 રૂપિયા થયું છે. હાલમાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારાના કારણે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કિંમતમાં વધારા પર કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ, ડીઝલ અને કેરોસીનની સેવાને ટેક્સ રહિત કરાશે. જો કે અસંભવ લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.