૨૦૧૪ બાદ પ્રમ વખત ક્રુડ બેરલના ભાવ ૮૦ ડોલરની નજીક
ઈરાન ઉપરના પ્રતિબંધો, વેનેઝયુએલામાં અફરાતફરી તા વધતી માંગના પરિણામે ક્રુડમાં ભાવ વધારો
ઈરાનની ન્યુક્લિયર ડીલ ઉપર અમેરિકાની નારાજગી તેમજ વેનેઝયુએલાની અફરા-તફરી તા વધતી માંગના પરિણામે આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ભડકો યો છે. જેના પરિણામે ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં અસહ્ય વધારો થઈ રહ્યો છે. હાલ વૈશ્ર્વિકસ્તરે ક્રુડના બેરલનો ભાવ ૮૦ ડોલર (અંદાજે રૂ.૫૩૧૪) સુધી પહોંચી ગયો છે.
૨૦૧૪ બાદ પ્રમ વખત આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૧૪માં બેરલના ભાવ ૭૫ ડોલરને આંબી ગયા હતા. ત્યારબાદ ચાલુ વર્ષે ઈરાનની પરમાણુ સંધી મામલે અમેરિકાની ગતિવિધિ તેમજ વેનેઝયુએલામાં યેલી અફરા-તફરીના કારણે ઓછુ ઉત્પાદન ભાવ વધારા પાછળ જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
હાલ રાજકોટમાં પેટ્રોલના ભાવ રૂ.૭૫ અને ડિઝલના ભાવ રૂ.૬૬ની નજીક પહોંચી ગયા છે. ચાલુ વર્ષે ડોલર સામે રૂપિયો સતત નીચે રહેતા ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. ભાવ વધારામાં લોકોને રાહત આપવા સરકારે એકસાઈઝ ડયૂટી ઘટાડવી જોઈએ તેવી માંગણી પણ ઉઠી રહી છે. હાલ સરકારની એકસાઈઝ ડયૂટીના કારણે પેટ્રોલ પર લીટરે રૂ.૧૧.૭૭ અને ડિઝલમાં ૧૩.૪૭નું ભારણ જોવા મળી રહ્યું છે.
હાલ ર્નોમાં ક્રુડ મોકલવા મામલે ઈરાન ઉપર પ્રતિબંધ છે. આ ઉપરાંત ક્રુડની માંગમાં વૈશ્ર્વિકસ્તરે વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં દરરોજ તાં વધારા-ઘટાડાનો નિર્ણય પણ વધારા માટે કારણભૂત ગણી શકાય. ભારતમાં ઈંધણના ભાવ વધારા પાછળ ક્રુડનો ભાવ વધારો સીધી રીતે કારણભૂત ની. અલબત સીંગાપોર, દૂબઈ અને યુરોપ જેવા ટ્રેડીંગ હબમાં તાં ઉછાળાના પગલે ભારતમાં પણ ઈંધણના ભાવ વધતા હોવાનું જાણવા મળે છે.
હાલ દેશમાં ઈંધણમાં યેલા ભાવ વધારાને લઈ લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ભાવમાં સતત ઉછાળાના પગલે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ડિઝલના ભાવમાં યેલો વધારો મોંઘવારી ઉપર અસર કરે છે. માટે ફૂગાવો પણ વધતો જોવા મળે છે. ક્રુડ બેરલના ભાવ ૮૦ ડોલરને નજીક પહોંચી જતા ભારત સીવાય અન્ય દેશોને પણ તકલીફ પડી રહી છે. જો કે, ભારતમાં અસર વધુ જોવા મળે છે. દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ નકકી કરવાનો નિયમ લોકોને ભાવ વધારાની સીધી અસર પહોંચાડવા પાછળ કારણભૂત છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com