વૈશ્ર્વિક ક્ષેત્રે ઈંધણનો જથ્ો ખુટતા લોકો પાસે ઈલેકટ્રીક વાહનો સીવાય કોઈ વિકલ્પ નહીં બચે
નવી દિલ્હી
૨૦૩૦ સુધીમાં વૈશ્ર્વિક ઓઈલ બિઝનેશ ખત્મ ઈ જવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. ત્યારે વિશ્ર્વમાંી ઈંધણ પૂરું ઈ જવાની સો પેટ્રોલ અને ડિઝલી ચાલતા વાહનો પણ ંભી જશે. એક અહેવાલ પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે કે, ઈધણની અછતની સો સો આગામી ૮ વર્ષની અંદર પેટ્રોલ અને ડિઝલ વાહનો ગુમ ઈ જશે. કારણ કે, પેટ્રોલ-ડિઝલ ન મળતા ફરજીયાતપણે ઈલેકટ્રીક કારનો ઉપયોગ કરવો પડશે અને પરિવહનમાં એક નવી જ દિશાની શ‚આત શે.
સ્ટેનફોર્ડ ઈકોનોમીસ્ટના ટોની સીબાના કહેવા પ્રમાણે એક વખત પેટ્રોલ-ડિઝલ મળતા બંધ ઈ જશે. ત્યારબાદ લોકો પાસે ઈલેકટ્રીક કાર ખરીદવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં અને લોકોએ ફરજીયાતપણે ઈલેકટ્રીક વાહનો અવા આવી ટેકનોલોજી ધરાવતા અન્ય વાહનોમાં ફરજીયાતપણે રોકાણ કરવું પડશે. વધુમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પેટ્રોલ-ડિઝલ પુરા તા માત્ર કાર જ નહીં પરંતુ બસ, ટ્રક વગેરે પણ ઈલેકટ્રીક બનશે અને એમ પણ કહી શકાય કે, પેટ્રોલીયમ ક્ષેત્ર સંપૂર્ણ રીતે ભાંગી પડશે.
રીીંકીંગ ટ્રાન્સપોર્ટેશન ૨૦૨૦-૨૦૩૦ના શિર્ષક હેઠળ એક અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે, ઈલેકટ્રીક વાહનોના ક્ષેત્રમાં અત્યારી જ નવા-નવા સંશોધનો શ‚ ઈ ચૂકયા છે. ત્યારે આગામી સમયમાં આવનારા ઈલેકટ્રીક વાહનોનું આયુષ્ય ૧૬ લાખ કિ.મી. જેટલું રહેશે જે સામાન્ય પેટ્રોલ-ડિઝલ વાહનો કરતા પણ વધારે છે. આ ઉપરાંત ઈલેકટ્રીક વાહનોના કારણે પ્રદુષણ પણ ફેલાતું ઓછુ શે જેનાી પર્યાવરણને પણ ફાયદો મળી રહેશે. આગામી ૧ દશકાની અંદર ગ્રાહકોને વાહન ચાલકોને પેટ્રોલપંપ શોધવામાં પણ મુશ્કેલી પડશે તેવી પરિસ્િિત આવે તેમાં શંકાને કોઈ સન ની.
વધુમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, પરિવહનનો આ નવો સમયગાળો એકદમ ઝડપી અને અધ્યાધુનિક રહેશે જેનાી લોકોને પણ ફાયદો મળી રહેશે અને ૨૦૨૫ બાદ રસ્તાઓ ઉપર દોડતા તમામ વાહનો ઈલેકટ્રીક બની જાય તેવી પણ પુરેપુરી સંભાવના છે. ભારતમાં પણ ઈલેકટ્રીક વાહનોના વેંચાણમાં વધારો ાય તે માટે એક પછી એક નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે અને સરકાર દ્વારા ઈલેકટ્રીક વાહનોના વેંચાણને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આવી જ રીતે વિશ્ર્વના અન્ય દેશોમાં પણ ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન મળે તે માટે પુરતુ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.