રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને પાકવીમાના માત્ર બહાના અપાય છે ત્યારે ધ્રાગધ્રા તાલુકાના મેથાણ ગામે ખેડુતો દ્વારા પાકવિમા મુદ્દે આંદોલન શરુ કયુઁ છે જેમા પાકવીમાની માત્ર વાતો કરાતી હોવાથી ખેડુતોને પિકવીમાના લોલીપોપ અપાય છે.

આ તરફ સરકાર દ્વારા કેનાલોમા પાણી નથી અપાતુ જ્યારે વિજળી પણ પુરતી નહિ મળતી હોવાથી ખેડુતોની સ્થિતી કફોડી બની છે બીજી તરફ સરકાર પાકવિમાની વાતો કરી ખેડુતોને ઉલ્લુ બનાવતી હોવાથી મેથાણ ગામના ખેડુતો દ્વારા આજે પાકવીમા તથા વીમાકંપનીના પુતળાના દહનનો કાયઁક્રમ યોજ્યો હતો સવારના સમયે મેથાણ ગામના ખેડુતો એકઠા થઇ વિમા કંપનીના પુતળાનુ દહન કરે તે પહેલા ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ ખાંભલા, હરદીપસિંહ ધીરુભા સહિતનાઓ મેથાણ ગામે પહોચી પુતળા દહનના કાયઁક્રમને શરુ થતા પહેલા જ સ્થગીત કરી પાંચથી છ આંદોલનકારી ખેડુતોને ઝડપી લીધા હતા. જ્યારે મેથાણ ગામના ખેડુત આગેવાન તથા કિસાન સંગઠનના પ્રમુખ જે.કે.પટેલ દ્વારા જણાવાયુ હતુ કે ગત વષેઁ જ્યારે ધ્રાગધ્રા તાલુકાને જ્યારે દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરાયો છે છતા પણ ખેડુતોને સરકાર તરફથી હજુ સુધી પાકવીમો મળ્યો નથી, જેથી વિમાકંપનીઓની માનવતા મરી ગઇ છે જેના ભાગરુપે આજે મેથાણ ગાના ખેઉતો દ્વારા વિમાકંપનીનુ પુતળુ તૈયાર કરી તેની સ્મશાનયાત્ર કાઢી પુતળા દહનનો કાયઁક્રમ કરવા જઇ રહ્યા હતા તે દરમિયાન સરકાર દ્વારા પોલીસ ડિપાટઁમેન્ટને આગળ કરી તેઓનો કાયઁક્રમ અઘવચ્ચે રોકી તમામ આંદોલનખારી ખેડુતોની ધરપકડ કરવામા આવી હતી જેથી આ લોકસાહી દેશમા સરકાર દ્વારા ખેડુતોને પોતાનો હક્ક માંગવા પણ સરકારની પરમિશન લેવી પડે તેવી સ્થિતી સજાઁઇ હોય તેમ લાગી રહ્યુ છે. તેમ જણાવી સરકાર પર આકરા પ્રહાર કયાઁ હતા. બીજી તરફ તમામ આંદોલનકારી ખેડુતોની ધરપકડ કયાઁ બાદ તાલુકા પોલીસ સ્ટેશને કાયઁવાહીની નોંધ કરી થોડા સમય બાદ ખેડુતોને છોડી મુક્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.