ભૂમાફિયાઓએ મોટાભાગના વિસ્તારો ખોદી નાખ્યા
જામ કલ્યાણપુર તાલુકામાં પ્રતિબંધિત દરિયાઈ રેતી તેમજ બેલા પથ્થર ની બેફામ ચોરી રોકવવા ભાટીયા ના પત્રકાર દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિત ને લેખિત માં અરજી કરાઈ છે.
જામ કલ્યાણપુર તાલુકા ના દરિયાઈ વિસ્તાર ભોગાત,નાવદ્રા, લાંબા સહિત ના વિસ્તાર માં પ્રતિબંધિત દરિયાઈ રેતી તેમજ બેલા પથ્થર ની બે રોકટોક વગર ચોરી થઈ રહી છે જેને બંધ કરાવવા વડાપ્રધાન ૧૩/૭ ની આ અરજીમાં બોકસાઇટ ચોરી થી પણ અતિ ગંભીર કહી સકાય તેવી પ્રતિબંધિત દરિયાઈ રેતી તેમજ સફેદ પથ્થર (બેલા) ની બે રોકટોક ચોરી નો મુદ્દો ઉમેરતી અરજી મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, ભારત સરકારના કોલ તેમજ ખાણ મંત્રી પ્રહલાદભાઈ સાંસદ પુનમબેન માડમ, નરેન્દ્રકુમાર મીણા દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર,દેવભૂમિ દ્વારકા જીલ્લા ખાણ ખનીજ અધિકારી,એસ.પી દેવભૂમિ દ્વારકા જીલ્લા, મામલતદાર જામ કલ્યાણપુર તાલુકા,પોલીસ સબ ઇન્સ્પેકટર જામ કલ્યાણપુર તાલુકાસહિત ને ભાટીયા ના પત્રકાર નેહુલ લાલ દ્વારા લેખિત માં અરજી કરાઈ છે જેમા બોકસાઇટ ચોરી થી પણ અતિ ગંભીર કહી સકાય તેવી પ્રતિબંધિત દરિયાઈ રેતી ની ચોરી જામ કલ્યાણપુર તાલુકાના દરિયાઈ વિસ્તાર વિપુલ માત્રામા થઇ ગેરકાયદેસર ચોરી થઇ રહી છે સાથે પ્રતિબંધિત એવા બેલા(રેતી ના પત્થર જે મકાન ક્ધટ્રક્સન મા ઈંટ ની જગ્યાએ ઉપયોગ લેવાય ) તેની પણ વિપુલ માત્રામા ખોદવામાં આવી રહ્યા છે ,છેલ્લા ઘણા સમય થી નિરંતર બે રોકટોક ને કારણે ભુ માફિયાઓ દ્વારા દરિયા કિનારા સુદ્ધે ખોદી નાખ્યા છે જેના પરિણામ સ્વરૂપે અમુક વિસ્તાર મા દરિયા ના પાણી રહેણાંક વિસ્તાર તેમજ ખેતરો ની અંદર આવવાના લાગ્યા છે જે અતિ ગંભીર બાબત કહેવાય, રૂપિયા ની લ્હ્યા મા માનવ જિંદગી સાથે મોટો ખિલવાડ થઇ રહ્યો છે જો આ રોકવામાં સરકાર તેમજ તંત્ર લાપરવાહી તો આગામી થોડાજ સમય મા દરિયો પોતાની સમય રેખા ઓળંગી ગામો ને બાન મા લે તેવી પરિસ્થિતિ નિર્માણ થશે તેમાં સંકા ને સ્થાન નથી ,તે બાદ ની પરિસ્થિતિ કોઈ ને વિચારવાનો સમય નહિ આપે તે ચોક્કસ છે
સળગતો પ્રશ્ન એ છે કે આ જવાબદારી તંત્ર ની આવે પરંતુ તંત્ર તેમજ રાજકારણ એ પણ આ સફેદ રેતી મા પોતાના હાથ કાળા કાર્ય છે,જો સામાન્ય નાગરિક ને આ ગોરખ ધાંધ ની જાણ હોય તો તંત્ર ને કેમ ના હોય ?તેની પાસે સુવિધાઓ છે ખબરીઓ નું સોલીડ નેટવર્ક છે છતા આંખ આડા કાન? તંત્ર કરી રહ્યું છે આ વિષય ને આપદા સમય નો મુદ્દો ગણી વહેલી તકે આ બંધ કરવો અન્યથા સમય સરકતા વાર નહિ લાગે ને હજારો માનવ જીંદગી હોમાતા વારા નહિ.