- વૈષ્ણવ સંપ્રદાય સાહિત્ય સનાતન ધર્મના અગ્રણીઓએ હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડતી મહારાજ ફિલ્મના વિરોધમાં બાઈક રેલી યોજી
મહારાજ લાયબલ કેસ 1862 પર આધારીત યશરાજ ફિલ્મની ’મહારાજ’ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ પહેલા તેનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. ત્યારે આ દરમ્યાન રાજકોટના પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિવાર દ્વારા આ ફિલ્મના રીલીઝને રોકવા માટે કલેક્ટરને આવેદન આપવામા આવ્યું હતું.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફિલ્મ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજના મહાપુરુષો પર આધારિત છે. આ ફિલ્મ ઐતિહાસિક તથ્યોને ભ્રષ્ટ કરી આ મહાપુરુષોને ખોટી રીતે ચિત્રિત કરે છે. જે સમાજની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે, અને વિખવાદ ઉભો થઇ શકે છે. મહારાજ લાયબલ કેસ 1862 એ ઐતિહાસિક કેસ છે. જેમાં પુષ્ટિમાર્ગના સિદ્ધાંતો સમજ્યા વગર બ્રિટિશ કોર્ટ દ્વારા એક તરફી નિર્ણય આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ ફિલ્મમાં પુષ્ટિમાર્ગના મૂળભૂત સિદ્ધાંતો અને શ્રીમદ વલ્લભાચાર્યજી વિશે ટીપ્પણીઓ કરવામાં આવી હોવાનું સમાજમાં વાત ચાલી રહી છે.
આ ટિપ્પણી અત્યંત આપત્તીજનક અને અસહ્ય છે જે સમાજની ધાર્મિક લાગણીને ઠેંસ પહોંચાડે છે. ત્યારે આ રજુઆત દ્વારા મહારાજ ફિલ્મના નેટફ્લિક્સ રિલીઝને રોકવા જરૂરી કાર્યવાહી કરવા માંગ કરાઈ છે.
ઓટીટી પ્લેટફોર્મને પણ સેન્સર બોર્ડ હેઠળ આવરી લેવું જોઈએ : મંગેશ દેસાઈ
હિન્દુ જાગરણ મંચના મંગેશ દેસાઈએ જણાવ્યું કે ઓટીટી પ્લેટફોર્મ પર મહારાજ મુવી રિલીઝ થવા જઈ રહ્યું છે. તે મુવીને બોયકોટ કરવામાં આવે અને મહારાજ મુવી પર પ્રતિબંધ મૂકવામાં આવે તેને લઈને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સનાતન ધર્મની વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી. શ્રીકૃષ્ણના જીવન ચિત્ર પર ખૂબ જ અભદ્ર સંવાદો રજૂ કરવામાં આવ્યા છે. તેને લઈને તમામ સનાતન ધર્મમાં વિરોધ છે. 2020 માં આવું જ એક તેલંગુમાં મુવી રિલીઝ થયું. કૃષ્ણ એન્ડ ઇઝ લીલા આ મુવી નો પણ વિરોધ થયો હતો. ત્યારે પણ સુપ્રીમ કોર્ટમાંથી આ મુવી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. મહારાજ મુવી પર ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપેલો છે ભારતની સુપ્રીમ કોર્ટમાં પણ એક પ્રીટીશન દાખલ કરવા જઈ રહ્યા છીએ. ભારત સરકાર પાસે માંગણી છે કે ઓટીટી પ્લેટફોર્મને સેન્સર બોર્ડ હેઠળ ઇનવોલ કરવું જોઈએ. વારંવાર સનાતન ધર્મ વિરુદ્ધ આવું થઈ રહ્યું છે. સરકારે પણ આની પર ધ્યાન દેવું જોઈએ.