રાજદ્રોહ મામલે મુશરફ પરની નારી સુનાવણી ૧૨ જૂન સુધી મોકુફ
પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક જનરલ પરવેઝ મુશરફનું સ્વાસ્થ્ય અચાનક ખરાબ તથા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ૭૫ વર્ષીય મુશરફ હાલ કોઈની સાથે મુલાકાત કે કોઈપણ સાથે વાત નથી કરી રહ્યાં. ૨૦૦૭માં તેમના પર લાગેલા રાજદ્રોહના મામલે તેઓ આરોપોનો સામનો કરી રહ્યાં છે અને માર્ચ ૨૦૧૬થી તે દુબઈમાં રહે છે.
પૂર્વ સૈન્ય પ્રમુખ પોતાના સ્વાસ્થ્યના ઉપચાર માટે દુબઈ જવા પર પ્રેરીત થયા હતા અને ૨૦૧૬થી અત્યાર સુધી તેઓ દુબઈમાં જ વસવાટ કરી રહ્યાં છે. હાલ તેમનું સ્વાસ્થ્ય એટલા અંશે ખરાબ થઈ ગયું છે કે, તેઓ ઉભા પણ નથી રહી શકતા અને તેઓને ચાલવામાં પણ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
એક વિશેષ અદાલત દ્વારા પાકિસ્તાનના પૂર્વ સેના પ્રમુખ પરવેઝ મુશરફ દ્વારા કરવામાં આવેલા અનુરોધનો સ્વીકાર કરી અદાલતે તેમના પર નારી સુનાવણી ૧૨ જૂન સુધી સ્થગિત કરી છે. તેઓએ કોર્ટને આગ્રહ કરતા જણાવ્યું હતું કે, તેમનું સ્વાસ્થ્ય અતિશય ખરાબ હોવાના કારણે તેમની સુનાવણીની તારીખ થોડી લંબાવવામાં આવે ત્યારે ૧૨ જૂન પછી ચાલનારી સુનાવણી દરમિયાન રમઝાન માસ પણ પૂરો થઈ જશે તેવું પણ સામે આવી રહ્યું છે.
મુશરફના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓને ખૂબજ ઈચ્છા છે કે, તેઓ ફરીથી પાકિસ્તાન ફરે પરંતુ તેમની બિમારી અને તેમના બિમારીના ઉપાયોના કારણે તેઓ વિશેષ કોર્ટમાં ઉપસ્થિત રહી શકતા નથી અને તેમના દ્વારા સમયસર કોર્ટમાં ઉપસ્થિત ન રહેવા માટે તે કોર્ટની પણ માફી માંગી છે કારણ કે તેઓને ચાલવામાં પણ અનેકવિધ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ડોકટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, તેમના માટે યાત્રા કરવી પણ સુરક્ષીત નથી. તેમના સ્વાસ્થ્યને ધ્યાને લેતા આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ પરવેઝ મુશરફ એક એવી દુર્લભ બીમારીથી પીડાઈ રહ્યાં છે કે જે લોકોમાં જુજ જ જોવા મળતી હોય છે.