પવર્તમાન કોરોના ઇફેકટના પગલે લોકડાઉન સંદર્ભે હવે આપણે રોગ કે વાઇરસ સામે નિયંત્રણમાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ સમજાય ગયું છે. કોઇપણ વાઇરસના ચેપ સંદર્ભે તેના નિયંત્રણ માટે લેવાતા પગલામાં વ્યકિતગત કે જનસમુદાયની અસરકર્તા જરૂરી છે. રોગચાળા વખતે આપણે કેભ વર્તવું સરકારી સુચનાનો ચુસ્તપણે અમલ સાથે તકેદારી બાબતે સૌનો સહિયારો પ્રયાસ જરૂરી છે.
રોગચાળો એટલે શું?
કેટલાક વખત કોઇ ચોકકસ ભૌગોલિક વિસ્તારમાં અચાનક અથવા અણધાર્યા કોઇ એક રોગનાં અસંખ્ય દર્દીઓ નોંધાય છે. આ ઘટનાને રોગચાળો કહેવાય છે. ઘણી વખત રોગચાળાનાં કારણે વધુ પડતા માંદગીના કેસો ઉપરાંત મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા પણ વધુ હોવાની શકયતાઓ હોય છે. જેમ કે હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે. તેના દર્દીઓની સંખ્યા વધી રહી છે. પણ જો લોકો સાવચેતી રાખે તો જરૂર તેને પણ નાથી શકાય આરોગ્ય વિભાગની સરકારશ્રીની તમામ સુચનાનો પાલન કરો તો ગમે તે રોગોને આપણે નાથી શકીએ.
ચિકિત્સા પઘ્ધતિના આધુનિકરણથી ઘણાં રોગો પર આપણે કાબુ મેળવ્યો છે, અને તેનાંથી થતાં મૃત્યુનું પ્રમાણ પણ ઘટાડેલ છે પરંતુ જન્મપ્રમાણ ઘટતું નથી, તેથી વસ્તી વૃઘ્ઘ્ીની સમસ્યા અને તેની આડ અસરોએ આરોગ્યના વધુ જોખમો પેદા કર્યા છે. કુપોષણ જાતીય રોગો, શિક્ષણનો અભાવ અને તેના કારણે આરોગ્યની સંભાળ માતાનું આરોગ્ય, કિશોરાવસ્થાના જનન આરોગ્યના પ્રશ્ર્નો વિગેરે બાબતો અતિવસ્તી સાથે સંકળાયેલા આરોગ્યના જોખમો છે. વધુ પડતું વસ્તીનું પ્રમાણ અને તેની વિપરીત અસરો વ્યકિતગત અને જાહેર આરોગ્ય માટે પડકાર જનક છે.
માનવ વિકાસ સૂચકાંકમાં આરોગ્યના જટિલ પ્રશ્ર્નો અને જોખમોનું નિરાકરણ લાવીને વધુ સારી આરોગ્યપ્રદ પરિસ્થિતિ જળવાય તે બાબત અતિ મહત્વની છે. કોઇપણ સમાજ અને રાષ્ટ્રના માનવ સમાજમાં સર્વાગી વિકાસસ્તરના નિર્ણાયક ઘટકોમાં આરોગ્યસ્તરનો પણ સમાવેશ થાય છે.
બીમારીઓની યાતનાઓ સહન કરવી, ડોકટરોના મસ મોટા બીલો ચુકવવા અને કયારેક સ્વજનોના મૃત્યને પણ વેઠી લેવાની તૈયારી રાખવી પડે છે અને જનહિત માાટેના વહિવટી વિભાગનાં આ પ્રસ્તાવને ઠુકરાવે છે. ગણ્યા ગાંઠયા લોકો કુટુંબોના નિજી સ્વાર્થ ખાતર, બહોળાજન સમુદાયના સ્વાસ્થ્ય હિતને જોખમમાં મુકે છે. આવી પરિસ્થિતિમાં વ્યકિતગત ભૂમિકા અને જનસહયોગ અત્યંત મહત્વનાં છે.
રોગ ફેલાવો કરતા વિવિધ માઘ્યમોમાં હવા, પાણી, મળ, ખોરાક, માખી, કિટકો, પ્રાણીઓનો સંસર્ગ, માનવ શરીર આવે છે. પર્યાવરણીય પરિસ્થિતિમાં ભૌતિક જૈવિક અને સામાજીક મહત્વનો છે ભાગ ભજવે છે. જૈવિક પર્યાવરણની વાત કરીએ તો આ સજીવનું વિશ્ર્વ છે. જેમાં પ્રાણીઓ, જંતુઓ, વનસ્પતિઓ અને સુક્ષ્મ દર્શક કાચમાં દ્રશ્યમાન પરોપજીવીઓ સમાવેશ થાય છે જેમકે પ્લેટ, મેલેરીયા અને ફાયલેરીયા, સામાજીક વાતાવરણમાં જનસમુદાયમાં વર્તમાન સમગ્ર તથા સામાજીક પરિસ્થિતિ, શિક્ષણ, જીવન ધોરણ, સંસ્કૃતિ, ટેવો માન્યતાઓ અને વલણો, પ્રત્યક્ષી અને પરોક્ષ રીતે ઘણા બધા રોગો પેદા કરવામાં સહયોગ આપે છે. ભૌતિક પર્યાવરણની વાત કરીએ તો પીવાલાયક ચોખ્ખુ પાણી કે ન પીવા લાયક પ્રદુષિત પાણી, રહેઠાણની સ્થિતિ, ધન કચરો, અને માનવ મળનો નિકાલ વિગેરેનો સમાવેશ થાય છે. આપી હિપેટાઇટીસ એ-બી (કમળો) કોલેરા, ટાઇફોઇડ જેવા રોગો વકરે છે.રોગચાળા સમયે શહેર ગામની સ્વચ્છતા સૌથી અગત્યની બાબત છે. આ દરમ્યાન જે તે રોગોના ઉપદ્રવના ચિન્હો, લક્ષણો, ફેલાવાના માર્ગોની જાણકારી મેળવવી અને તેના નિયઁત્રણ માટે પગલા લેવા આવશ્યક છે. રોગચાળા દરમ્યાન વધુ પડતી બિમારી, રોગપ્રતિકારક શકિતમાં ઘટાડો કરે છે. પરિણામે અશકિત આવવી સામાન્ય થઇ પડે છે આ શકિત ઘટવાથી ક્ષય, ન્યુમોનિયા, જેવા રોગના ભોગ બનવાની શકયતા રહે છે. આ સંજોગોમાં રોગચાળા દરમ્યાન વ્યકિતગત ભૂમિકા અત્યંત મહત્વની બની રહે છે.
રોગની અટકાયત માટે રોગકારક સુક્ષ્મજીવોની સંખ્યામાં ઘટાડો કરવો. રોગ ફેલાવતાં માઘ્યમો કે વાહકો પર નિયંત્રણ લાવવું, વ્યકિતને રોગ સામે સક્ષમ બનાવવી, પર્યાવરણનાં દુષણને અંકુશમાં રાખવું.
આવા ઘણા બધા ચેપી રોગો બીન ચેપી રોગો છે લગભગ તમામની રસી કે દવા મેડીકલ સાયન્સમાં ઉપલબ્ધ છે. આમ છતાંય ખાપણી થોડી સાવચેતીથી આપણે શ્રેષ્ઠ આરોગ્ય સભર જીવી શકીએ છીએ.
સ્વાઇન ફલૂ(એચ. ૧ એન .૧)ના લક્ષણો ‘કોરોના’ જેવા જ….
સ્વાઇન ફલુ વૈશ્ર્વિક મહામારી છે. વૈશ્ર્વિકરણના કારણે અવાર નવાર એક દેશના લોકો બીજા દેશોમાં જતા હોય છે. સમગ્ર વિશ્ર્વમાં બિન નિવાસી ભારતીયો સૌથી વધુ છે. ગુજરાતી લોકો સૌથી વધુ વિદેશ પ્રવાસ કરે છે, અને આર્થિક રીતે વિકસિત એવા આ રાજયમાં મુલાકાતીઓની અવર જવર ચાલુ જ રહેતી હોય છે. એચ-૧ અને એન-૧ વાઇરસથી ફેલાતો માનવથી માનવમાં હવામાં ના ચેપી રજકણો દ્વારા ફેલાય છે. જેના લક્ષણો હાલમા કોરોના જેવા જ છે. ઇન્ફલ્યુએન્ઝાનામાં, તાવ, શરદી, ખાંસી, ગાળામાં સોજો, એકાએક સખત તાવ આવવો, નાક નીતરવું