તબકકાવાર સરકાર દ્વારા નાદારી કાયદામાં અનેકવિધ સુધારાઓ લાવવામાં આવશે: ભાગીદારી પેઢી તથા વ્યકિતગત માલિકી પેઢીનાં નિયમોમાં પણ કરાશે ફેરફાર

દેશની અર્થવ્યવસ્થા હાલ નબળી હોવાથી અનેકવિધ રીતે આર્થિક સ્થિતિને તેની અસર પહોંચી છે. પહેલાનાં સમયમાં નાદારી કાયદા હેઠળ વ્યકિતગત બાંહેધરી અંગે કોઈ ચોકકસ ધારાધોરણ નકકી કરવામાં આવ્યા ન હતા ત્યારે હવે કોર્પોરેટમાં વ્યકિતગત જામીનગીરીનો કાયદો તબકકાવાર અમલી બનાવાશે. જે સૌપ્રથમ ૧લી ડિસેમ્બરથી લાગુ કરાશે. આ તકે જે રીતે પહેલા દેશમાં વિજય માલ્યા હોય, નરેશ ગોયલ હોય કે પછી નિરવ મોદી કે જેઓ વિલફુલ ડિફોલ્ટરો થઈ દેશ છોડી ચાલ્યા ગયા બાદ દેશને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે. તેમનાં દ્વારા પબ્લીક લીમીટેડ કંપની સ્થાપિત કરી જે વ્યકિતગત જવાબદારી હોવી જોઈએ તે કોઈ એક વ્યકિતનાં શીરે ન અપાતા લોકોએ અનેકગણું ભોગવું પડતું હોય છે ત્યારે સરકારને આ બાબતની જાણ થતાની સાથે જ નાદારી કાયદામાં અનેકવિધ પ્રકારે સુધારા-વધારા કરવામાં આવયા છે જે આગામી ૧લી ડિસેમબરથી લાગુ થશે.

7537d2f3 3f16 418c 8e45 6b879e722c20 2

દાખલા તરીકે કોઈ એક મોટી પબ્લીક લીમીટેડ કંપની દેવા હેઠળ આવી જાય તો તેની જવાબદારી આખા કંપની પર નહીં પરંતુ તે કંપનીનાં માલિક પર જવાબદારી આવશે. પહેલાનાં સમયમાં જે રીતે કિંગ ફિશર કે જેટ એરવેઝ નાદારી તરફ આગળ વઘ્યું તેમાં તેમનાં માલિકો જેવા કે વિજય માલ્યા કે નરેશ ગોયલ નહીં પરંતુ કંપની નાદાર થઈ હતી ત્યારે હવે નાદારી કાયદામાં જે ફેરબદલ કરવામાં આવ્યા છે તેનાથી હવે ખાલી કંપની નહીં પરંતુ જે-તે કંપનીનાં માલિકો જવાબદાર ઠેરવવામાં આવશે ત્યારે કાયદામાં થયેલા સુધાર ૧લી ડિસેમ્બરથી અમલી બનાવાશે. કહેવાય છે કે, શેરબજાર દેશની અર્થવ્યવસ્થા માટેનું બેરોમીટર છે. પહેલા જો ધીરૂભાઈ અંબાણી દ્વારા સહેજ પણ છીંક ખાવામાં આવતી તો શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળતો. વિશ્વભરમાં શેરબજારની પરિસ્થિતિ અત્યંત અલગ હોય છે જયારે ભારતમાં જે શેરબજાર નાના-સુન્ના મુદા પર ઉતાર-ચઢાવ જોવા મળે છે હાલ એસ્સાર કંપની સાથે પણ અઘટિત ઘટના ઘટી હતી. જેમાં ૪૨,૦૦૦ કરોડનાં દેવા હેઠળ એસ્સાર ગ્રુપ આવતા તેની વ્યકિતગત જવાબદારી રુહીયાને સોંપવામાં આવી હતી.

વિલફુલ ડિફોલ્ટરોએ દેશભરમાં જે કકળાટ મચાવ્યો છે તેનાથી અનેકવિધ પ્રકારે દેશની અર્થવ્યવસ્થાને ઘણી અસર પહોંચી છે ત્યારે હવે સરકાર દ્વારા જે રીતે નાદારી કાયદામાં સુધારા કરવામાં આવ્યા છે તેનાથી અનેકગણો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને પહોંચશે. હાલ માનવામાં આવી રહ્યું છે કે, સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વપ્નને સાકાર કરવામાં આવે છે. સ્વપ્ન કે જે તેમનાં દ્વારા સેવવામાં આવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમી સુધી પહોંચે ત્યારે જ શકય બની શકશે જયારે દેશમાં તરલતા તમામ ક્ષેત્રમાં સુધારો થઈ શકે અને વિલફુલ ડિફોલ્ટરો ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવશે. સરકાર દ્વારા નાદારી કાયદામાં અનેકવિધ સુધારાઓ જેવા કે વ્યકિતગત માલિકી પેઢી તથા ભાગીદારી પેઢી કે જેમાં નાદારી કાયદો લાગુ પડે છે તેમાં પણ અનેકવિધ સુધારાઓ કરવામાં આવશે. આ તકે સરકારી સુત્રોનાં જણાવ્યા અનુસાર તમામ મુદાઓને ધ્યાને લઈ તબકકાવાર આ તમામ કાયદાઓમાં ફેરબદલ કરાશે અને વહેલાસર તેણે અમલી પણ બનાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.