જૂનાગઢમાં ગિરનાર નેચર સફારી પાર્કમાં પણ હવે સાસણની જેમ સિંહ દર્શન માટેની પરમિટ ઘેરબેઠા ઓનલાઇન મળવી શકાશે. જુનાગઢના ગિરનાર નેચર સફારી પાર્કમાં અગાઉ માત્ર મેન્યુઅલી પરમીટ મેળવવી પડતી હતી.
ત્યારે ગઈકાલ તા. 31 માર્ચ થી જુનાગઢના ગિરનાર નેચર સફારી પાર્કમાં સિંહ દર્શનની પરમીટ ઓનલાઈન કરવામાં આવી છે. હાલમાં સિંહ દર્શન માટે સવારે 4 અને સાંજના 4 મળી કુલ 8 પરમીટ પ્રતિદિન મળે છે અને 8 જિપ્સી અંદર જઇ શકે છે. તથા જીપ્સીમાં 6 વ્યક્તિ બેસીને જઈ શકે છે.
ગઈકાલ તા. 31 માર્ચ થી જુનાગઢના ગિરનાર નેચર સફારી પાર્કમાં સાસણની જેમ સિંહ દર્શનની પરમીટ ઓનલાઈન કરવામાં આવતા ખાસ કરીને બહારગામથી આવતા લોકોને હેરાન નહીં થવું પડે તેમ જ પરમીટના અભાવે સિંહ દર્શન કર્યા વગર ધક્કા ખાવા નહીં પડે, અને ઘરબેઠા પરમિટ ઇસ્યુ મેળવ્યા બાદ ગિરનાર નેચર સફારી પાર્ક નો આનંદ માણી શકશે