28મી ફેબ્રુઆરી સુધી ચાર મહાનગરોમાં રાત્રી ક્ફર્યુ યથાવત રાખવાનો નિર્ણય: એક કલાકની છૂટછાટ વધારાઇ
રાત્રી ક્ફર્યુ હટશે નહીં: એક કલાકની છૂટછાટ મળશે તેવા ‘અબતક’માં ગઇકાલે લખાયેલા સમાચાર અક્ષરસ: સાચા ઠર્યા
ગુજરાતમાં નાઇટ કફર્યુ અંગે રૂપાણી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાજય સરકારે ર8 ફેબ્રુઆરી સુધી નાઇટ કફર્યુ લંબાવ્યો છે. રાત્રે 1ર વાગ્યાથી લઇને સવારના 6 વાગ્યા સુધી રાજયના ચાર મહાનગરોમાં નાઇટક કફર્યુ રહેશે. કોરોના મહામારીના પગલે ગુજરાતના 4 મહાનગરોમાં નાઇ કફર્ફુ યથાવત છે. જો કે અત્યાર સુધી રાત્રીના 11 વાગ્યે કર્ફયુ લાગી જતો જો હવે 12 વાગ્યા સુધી લોકો રખડી શકશે.
ગત મહિને સરકારે કફયુૃના સમયમાં રાહત આપ્યા બાદ રૂપાણી સરકાર ફરી એક વખત 1પ ફેેબ્રુઆરી સુધી નાઇટ કફર્યુ લંબાવ્યો હતો. કોરોના વાયરસના કેસમાં ઉતરોતર ઘટાડો થતાં આખરે સરકાર કફર્યુમાં સમયમાં થોડી છુટછાટ આપી છે. નાઇટ કફર્યુ ફેેબ્રુઆરીના અંત સુધી યથાવત રહેશે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાત્રિ કફર્યુ લંબાવવા અંગે ગઇકાલે બપોરે ત્રણ વાગ્યે મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ રાત્રિ કફર્યુ અંગે ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે હવે 11મે બદલે રાત્રિના 1ર વાગ્યા સુધી છુટછાટ આપવામાં આવી છે. ગઇકાલે મુખ્યમંત્રી સહિત અન્ય બે મંત્રીઓને કોરોના પોઝિટીવ આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. ત્યારે હવે આગામી ર8મી ફેબ્રુઆરી સુધી રાત્રિના 1ર વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી કફર્યુ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના હાલ ભલે કાબૂમાં આવી ગયો હોય પરંતુ રાત્રી ક્ફર્યુમાં છૂટછાટ આપવામાં આવશે તો કોરોના ફરી વકરશે તેવી સરકારને દહેશત સતાવી રહી હોય સરકાર રાત્રી કફર્યુ ચૂંટણી સુધી યથાવત રાખશે પરંતુ એક કલાકની છૂટછાટ આપવામાં આવશે તેવા સમાચાર ગઇકાલે ‘અબતક’માં પ્રસિદ્ધ કરાયા હતા તે અક્ષરસ: સાચા ઠર્યા છે.