બ્રિટિશ સેન્સર બોર્ડે ફિલ્મ પાસ કરી: લંડનમાં ૧લી ડીસેમ્બરે રિલીઝ થઈ જશે
બ્રિટનમાં ફિલ્મ ‘પદ્માવતી’ને મંજૂરી મળી ગઈ છે. બ્રિટિશ સેન્સર બોર્ડે ફિલ્મ પાસ કરી દીધી છે. લંડનમાં ૧ લી ડીસેમ્બરે ફિલ્મ રજૂ થઈ જશે.
ભારતમાં વિવાદને પગલે ‘પદ્મવતી’ ફિલ્મની રિલીઝ હાલ તૂરંત ટાળી દેવામાં આવી છે.
આથી કહી શકાય કે ભારતનાં દર્શકો પહેલા લંડનના લોકો ‘પદ્માવતી’ જોઈ લેશે. ભારત કરતા વિદેશની ધરતી પર ફિલ્મ રીલીઝ થઈ રહી છે. એટલે સ્વાભાવિક રીતે જ પાયરસીનો ખતરો તો રહે જ છે.
ભારતમાં હવે પદ્માવતી જોવાનો ક્રેઝ વધી ગયો છે. એટલે લંડનથી તેની પાયરેટેડ કોપી મગાવીને લોકો ફિલ્મી સિનેમાઘરોમા લાગે એ પહેલા જ જોઈ લેશે.
બ્રિટિશ સેન્સર બોર્ડે લંડન સહિતના શહેરોનાં સિનેમા ઘરોમાં ‘પદ્માવતી’ બતાવવાની મંજૂરી આપી દીધી છે. સર્ટિફિકેટમાં લખ્યું છે કે ૧૨ વર્ષથી મોટી વયના લોકોને જ આ ફિલ્મ જોવાની છૂટ છે.
‘પદ્માવતી’ના નિર્માતાને એમ હતુ કે ૧લી ડીસેમ્બરે પદ્માવતી રીલીઝ થવાની છે. ૨૨મી ડીસેમ્બરે સલમાનખાન, કેટરીના કૈફની ‘ટાઈગર ઝિંદા હૈ’ રીલીઝ થવાની છે. એટલે ૩ અઠવાડિયા દરમિયાન પદ્માવતી ૩૫૦થી ૪૦૦ કરોડનો તગડો બિઝનેસ કરી લેશે. હવે ‘પદ્માવતી’ને ૩૫ થી ૩૦ કરોડ રૂપિયા જેવું બમ્પર ઓપનીંગ મળશે તેવી ગણતરી રાખવામાં આવે છે. જો કે હવે બધુ ગણિત ઉંધુ વળી ગયું છે. કેમકે પાયરેટેડ કોપી લોકો જોઈ લેશે તો સિનેમાઘરમાં જઈને દર્શકોનો ઉત્સાહ ઓસરી જશે.
પદ્માવતીની અચાનક રીલીઝ પાછી ઠેલાતા અત્યારે બોલીવૂડમાં માહૌલ એવો છે કે બધી તૈયારીઓ થઈ ગઈ હોય અને છેલ્લી ઘડીએ અચાનક લગ્ન મોકૂફ રાખવામાં આવે !!!