જામનગર રોડ પર આવેલા સાંઢીયા પુલ ઉતરતા એરપોર્ટના ખૂણા પાસે સાંજે છ થી આઠ દરમિયાન ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. ટ્રાફિક બ્રાન્ચને પુરતુ સંખ્યાબળ અને આધૂનિક સાધનો પુરતા પ્રમાણમાં આપવામાં આવ્યું હોવા છતાં દરરોજ સાંજના છ થી આઠ વાગ્યા સુધી ટ્રાફિક સમસ્યા વિકટ બની છે. રેલનગર, શિતલ પાર્ક અને બજરંગવાડી તરફ વાહન ચાલકને જવા માટે સાત કોઠા વિંધવા જેવી સ્થિતી સર્જાય છે.
આ સ્થળે સાંજના સમયે ટ્રાફિક નિયમન કરાવવામાં આવતુ ન હોવાથી ટ્રાફિક જામની સ્થતી રોજીંદી બની છે. આ રીતે 150 ફુટ રીંગ રોડ પરથી હનુમાન મઢી તરફ આવવા માટે રૈયા ચોકડી ખાતે અને લાખના બંગલાવાળા રોડ પરથી રામાપીર ચોકડીએ 150 ફુટ રીંગ રોડ પર આવવા માટે વાહન ચાલકોને સવારે આઠ વાગે લાંબો સમય લાગે છે.
150 ફુટ રીંગ રોડ પર એસટીની અને સિટી બસ પસાર થાય છે. રૈયા ચોકડી અને રામાપીર ચોકડી ખાતે ડાબી સાઇડ ખુલી રખાવવામાં ટ્રાફિક બ્રાન્ચ નિષ્ફળ રહેતા રૈયા ચોકડી અને રામાપીર ચોક ખાતે ઓવર બ્રીજ હોવા છતાં સવારે ટ્રાફિકની મોટી સમસ્યા રહે છ.ે આડેધડ રિક્ષા પાર્કીગ અને એસટીની બસ તેમજ સિટી બસ સવારે અહીથી પસાર થતી હોવાથી ટ્રાફિક જામ થઇ રહ્યો છે.