‘અબતક’ સાથેની વાતચીતમાં કમિશનર બંછાનિધી પાનીએ રાજકોટના નિચાણવાળા વિસ્તારોની સમસ્યા વર્ણવી
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીની સરકારે પુરના કારણે જાનમાલની ખુંવારી ભોગવતા લોકોની પરિસ્થિતિ જોઈને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોના કાયમી સ્થળાંતરનો સંવેદનશીલ નિર્ણય કરવાના સંકેતો આવ્યા છે. આ બાબતની કામગીરી શ‚ કરવામાં આવે તો ભવિષ્યમાં ગમે તેવા પૂરમાં પણ લોકોને ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો નહીં પડે. રાજકોટ મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં આજી નદીના કાંઠા પરના જે વિસ્તારો છે જે નિચાણવાળા વિસ્તારમાં સમાવેશ થાય છે. કેટલાક વિસ્તારો કુવાડવા, નવાગામ, લાલપરી આ તમામ જગ્યાઓને નિચાણવાળા વિસ્તારમાં લેવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અને રાંદરડા અને લાલપરી વિસ્તારની નજીક સાગર નગર જે નિચાણવાળા વિસ્તારમાં છે. ત્યાંના લોકોને સ્થળાંતરીત કરવાની જ‚રીયાત જણાય છે. તેવા તમામ લોકોને ઘર આપવા માટે અનટેબલ સ્લમ કેટેગરીમાં સમાવવા આયોજન કરવામાં આવ્યુંં છે. જંગલેશ્ર્વર, એકતાનગર જેવા અન્ય વિસ્તારોમાં પણ સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ વ્યકિત નિચાણવાળા વિસ્તારમાં દબાણ ના કરી શકે તેના માટે પબ્લીક યુટીલીઝ તેના માટે ગાડનર્, પાર્કસ જેવી સુવિધા બેસાડવામાં આવે તો દબાણને પણ પ્રોત્સાહન ના મળે તેવી તકેદારી રાખવામાં આવશે. નિચાણવાળા વિસ્તારના કોઈપણ વ્યકિતને અત્યારના સંજોગોમાં વરસાદમાં ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં તમામ વિસ્તારમાં ફાયર, પોલીસ સહિતની ટીમો કાર્યરત છે ત્યાં કાળજી લેવામાં આવે છે. રાજકોટમાં ગત વર્ષે જે વરસાદ પડયો છે તેનાથી આ વર્ષે ૧૫ દિવસમાં ૨૦૦થી વધુ ટકા વરસાદ પડયો છે. રાજકોટમાં આ વર્ષે જે વરસાદ પડયો છે. તેમાં જે તે નુકસાની થઈ છે તેવું લોકોને ન લાગે તેવી તંત્ર દ્વારા કામગીરી થઈ રહી છે. અત્યારે હાલના તબકકે રોડ-રસ્તાનું નુકસાન થયું છે. તેમાં લગભગ ૩૫ કરોડનું નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. ભંડોળ આવશે એટલે રોડ રસ્તાનું કામ થઈ જશે. ૧ સપ્ટેમ્બરથી રોડ રસ્તાનું કામ ચાલુ થઈ જશે. રાજકોટમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થઈ છે. જેમાં બીઆરટીએસ ‚ટ, રેલનગર, પોપટપરા, અન્ડરબ્રીજ તેના માટે રીચાર્ઝ-બોરવેલ કરવામાં આવશે. સાથે સાથે પાણી ભરાતા વિસ્તારમાં સી.સી.રોડ કરવામાં આવશે. તેનો નિર્ણય પણ લેવામાં આવશે. તમામ જગ્યાઓમાં દબાણ છે તેને દુર કરવાની કામગીરી તેમજ પાણીના વહેલામાં અટકાયતી કરવામાં ન આવે તેના માટે પગલા લેવામાં આવશે.