આશિષ ભાટિયા નિવૃત્ત થતા ઇન્ચાર્જ ડીજીપી બનાવાયા હતા
વિકાસ સહાય ને ગુજરાત રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી તરીકે ચાર્જ સોપાયા બાદ આજે તેમને કાયમી ચાર્જ સોંપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આશિષ ભાટિયા નિવૃત્ત થતાં ઈન્ચાર્જ ડીજીપી તરીકે તેમને ચાર્જ સોંપવામાં આવ્યો હતો પરંતુ આજે યુપીએસસીની બેઠક મળ્યા બાદ તેમને કાયમી નિમણૂક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ડીજીપીના હોદ્દા પર આશિષ ભાટિયાના અનુગામીની નિમણૂક માટે અમદાવાદના વર્તમાન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સુરતના પોલીસ કમિશનર અજય તોમરનાં નામોની પણ ચર્ચા થઈ હતી. જેમાં આખરે વિકાસ સહાયના નામ પર મંજૂરીની મહોર મારવામાં આવી છે,
31 જાન્યુઆરીના રોજ આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ પદ પર કયા અધિકારીને મુકવામાં આવશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ગુજરાતના નવા ડીજીપી તરીકેનો પદભાર કોને મળશે તે માટે વિવિધ ચર્ચાઓ ચાલી હતી. આ રેસમાં સૌથી આગળ અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને 1989 બેચના આઇ.પી.એસ અધિકારી વિકાસ સહાયનું ચાલી રહ્યું હતું. જે બાદ યુપીએસસીની મળેલી બેઠકમાં વિકાસ સહાયના નામ પર મહોર મારવામાં આવી હતી. વિકાસ સહાયને રાજ્યના ઈન્ચાર્જ ડીજીપી બનાવ્યા બાદ આજે તેમને કાયમી ડીજીપી તરીકે કાયમી નિમણૂક કરવામાં આવી છે.
વિકાસ સહાય 1989 બેચના આઇ.પી.એસ અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર (યુ.એન) પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા. આ મિશન પછી, સહાયે પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન ઈંઈં અને ઈંઈંઈં, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.