કચ્છના ગેડી ગામમાં ઉકળતા તેલમાં હાથ બોળાવી સત્ય પારખાની કુપ્રથાથી જાગૃતોનું શરમથી માથુ ઝુકી જાય છે. વિશ્ર્વમાં ભારતને નીચાજોણું સાબિત થઈ નેટીકાને પાત્ર બને છે. સત્યના પારખાનું પુનરાવર્તન ન થાય તે માટે ભારત જન વિજ્ઞાન જાથાની ટીમને વાગડ પંથકના રાપર ગેડી વિસ્તારોમાં જનજાગૃતિ કાર્યક્રમને ઠેર ઠેર આવકાર મળતા લોકચળવળ પ્રવૃત્તિને વેગ મળશે.

ગેડી ગ્રામજનોએ મેલડી માતાજીના ધાર્મિક સ્થાનકે સત્યના પારખા કુપ્રથાને તિલાંજલી આપી, શપથ લઈ કાયમી પાબંદીના બોર્ડ લગાવવામાં આવ્યા હતા. રાજય કેન્દ્ર સરકાર અંધશ્રધ્ધા વિરોધી કાયદો બનાવવાની જાથાએ માંગ કરી હતી.

સંસ્થાના સેજલ જોષી, નસીબ બ્લોચ, ખોડાપરમાર, સંજય ડાભી, જાથાના ઉમેશ રાવ, અંકલેશ ગોહિલ, ખોડા ચાચાપરા, રણજીતસિંહ વાઘેલા, જનકભાઈ સોની, લાકડીયા ગામના જાગૃતો, રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, ચાંદનીબેન જાગૃતિ કાર્યક્રમોમાં જોડાયા હતા.જાથાની વિચારધારા સાથે સંમત લોકો મો. 98252 16689 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.