કેએસપીસી દ્વારા ઈન્ડિયન રેયોનનાસહયોગથી ‘ફેમીલી બિઝનેસ’ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો
કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લી.યુનિટ: ઈન્ડીયન રેયોન. વેરાવળના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે વાસુ હેલ્થકેર પ્રા.લી. વડોદરાના ફાઉન્ડર ચેરમેન વિઠલભાઈ ઉકાણીનો ‘ફેમીલી બિઝનેસ’એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપપ્રમુખ ડી.જી.પંચમીયાએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરીચય આપેલ હતો.
કાર્યક્રમના મુખ્ય વકતા વિઠલભાઈ ઉકાણીએ જણાવેલ હતું કે, ફેમીલી બિઝનેસ એટલે કે જે બિઝનેસમાં એક અથવાવધુ પરિવારોના એક અથવા વધુ સભ્યોની માલિકીની નોંધપાત્ર ‚ચી તથા વ્યવસાયના સર્વાંગી વિકાસમાટેની પ્રતિબઘ્ધતા હોય છે. ફેમીલી બિઝનેસને વિવિધ નામો જેવા કેકૌટુંબિક વ્યવસાય, કુટુંબ, પેઢી,કુટુંબ કંપની, કુટુંબ માલિકોનો વ્યવસાય કે કંપનીથી ઓળખવામાં આવે છે. ફેમીલી બિઝનેસમાં સભ્યોની બિઝનેસ પ્રત્યેની કટીબઘ્ધતા અને પ્રતિબઘ્ધતા હોવી જરૂરી છે સાથે સાથે વિશ્ર્વસનીયતા અને પોતાના બિઝનેસ પ્રત્યેનુંગૌરવ હોવું જરૂરી છે. તદુપરાંત સમયાંતરેફેમીલી બિઝનેસમાં નવી ટેકનોલોજી અને નવી સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરતા રહેવું જોઈએ. ફેમીલી બિઝનેસમાં સમસ્યા ઉકેલ માટે અસરકાર સંચાર, યોગ્યતા મુજબ જવાબદારીની સોંપણી, ભાગીદારો/સભ્યોની ભુલોને સહન ન કરવી, નિષ્ણાંત તરીકે બાહ્ય સલાહકારબોડી રાખવી જ‚રી છે.
વકતા વિઠલભાઈ ઉકાણીએ વધુમાં જણાવેલ હતું કે, ફેમિલી બિઝનેસમાં નવી પેઢી આવતા સંચાલન મુશ્કેલબને છે. નવી પેઢીમાં નેતૃત્વ કોને સોંપવું, નિર્ણય કોણ લેશે એ બાબતો જટીલ બને છે. શિસ્તના અભાવનેકારણે પણ ઘણી મુશ્કેલીઓ ઉભી થાય છે. અનૌપચારીક બાબતોમાં સમય વ્યર્થન કરતા શું જરૂરી છે તેના પર ધ્યાન આપવું જોઈએ. નિર્ણય લેવામાં વિલંબ ના કરવ, પૈસા ખર્ચ કરવા પડે તો આનાકાની ન કરવી તથા માલિકે પોતાના હાથમાં જ નિયંત્રણરહે તેવું ન વિચારવું જોઈએ.
કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઈ માણેક, કિરીટભાઈ વોરા, ડો.હિતેશ શુકલ તથા અન્ય સભ્યોમાં હિતેશભાઈ પોપટ (મોટેલ ધીવીલેજ), ઉમેશભાઈ શેઠ (યુ ટર્ન ઈન્ટરનેશનલપ્રા.લી), નિકેત પોપટ, ભુષણ મજીઠીયા તથા બાન લેબ્સ, મહાવિર ઈમીટેશન,ગોદરેજ કંપનીના અધિકારીઓ તથા આર.કે.યુનિવર્સિટી, એવીપીટી ઈન્સ્ટીટયુટના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.