Perfume Day 2024 Date History And Significance : પરફ્યૂમ ડે એન્ટી વેલેન્ટાઇન વીકના ચોથા દિવસ ઉજવાય છે. પરફ્યૂમ દિવસને ફ્રેગરન્સ ડે પણ કહેવાય છે. પરફ્યૂમ આપણા તનની સાથે મન પર પણ અસર કરે છે. જાણો પરફ્યૂમ ડેનો ઇતિહાસ અને મહત્વ અને તેના ફાયદા
પરફ્યૂમ ડે 17 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસને ફ્રેગરન્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. પરફ્યૂમ ડે વેલેન્ટાઈન ડે પછી 14 ફેબ્રુઆરીથી શરૂ થનાર એન્ટી વેલેન્ટાઈન વીકના આ ત્રીજો દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. પરફ્યૂમ ડે પર લોકો પરફ્યૂમ લગાવીને પોતાના કડવા સંબંધોને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ દિવસ લોકો તેમના સંબંધોમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ઉજવે છે.
પરફ્યૂમ ડે નો ઇતિહાસ
પરફ્યૂમ ડેના ઇતિહાસ વિશે ચોક્કસ જાણકારી નથી. અલબત્ત, કેટલાક લોકો માને છે કે તેની શરૂઆત 1990ના દાયકામાં અમેરિકામાં થઈ હતી. પરફ્યૂમ દિવસ પર લોકો સામી વ્યક્તિને તેનું મનગમત પરફ્યૂમ ગીફ્ટમાં આપી સંબંધોની કડવા દૂર કરવાનો પ્રયાસ કરે છે.
પરફ્યૂમ ડે નું મહત્વ
પરફ્યૂમ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય સુગંધના મહત્વને યાદ કરાવવાનો અને લોકોને પરફ્યૂમ – અત્તરનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ લોકોને તેમના પ્રિયજનોને પરફ્યૂમ ગિફ્ટ કરવાની અને સુગંધ દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે. વેલેન્ટાઇન ડે બાદ એન્ટી વેલેન્ટાઇન વીક ઉજવાય છે.
પરફ્યૂમ ડે કેવી રીતે ઉજવાય છે
પરફ્યુમ ડે વિવિધ રીતે ઉજવી શકાય છે. પરફ્યૂમ ડે સેલિબ્રેટ કરવાની વિવિધ રીત અહીં જણાવી છે.
પાર્ટનર કે પ્રિયજનોને પરફ્યૂમ ગીફ્ટ આપો: પરફ્યૂમ ડે ઉજવવાની આ સૌથી લોકપ્રિય રીત છે. તમે તમારા પાર્ટનર પરિવારજન, મિત્રો અથવા બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડને તેમની પસંદગીનું પરફ્યૂમ ગિફ્ટ કરી શકો છો.
નવા પરફ્યૂમ ટ્રાય કરો : આ દિવસે તમે નવા પરફ્યૂમ ટ્રાય શકો છો અને તમારી પસંદનું નવું પરફ્યૂમ શોધી શકો છો.
પરફ્યૂમ સબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવો : પરફ્યૂમ ડે પર કેટલાક શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું જેમ કે પરફ્યૂમ એક્ઝિબિશન, પરફ્યુમ બનાવવાની વર્કશોપ અને ફેગરેન્સ કોમ્પિટિશન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
તમારા ઘરને સુગંધિત કરો : તમે સુગંધિત મીણબત્તીઓ, અગરબત્તીઓ અથવા તેલનો ઉપયોગ કરીને તમારા ઘરને સુગંધિત કરી શકો છો.
એન્ટી વેલેન્ટાઇન ડે પર લોકો પ્રેમ અને સંબંધો વિશે કેવા વિચારો વ્યક્ત કરે છે
વેલેન્ટાઇન ડે વિરોધી લોકો પ્રેમને સામાજિક દબાણ કે વ્યાપારી પ્રવૃત્તિ માનતા નથી. આ દિવસ એવા લોકો માટે છે જેઓ માને છે કે પ્રેમને કોઈ ખાસ દિવસ સાથે જોડવાને બદલે સત્યતા અને સ્વાભાવિક રીતે જીવવો જોઈએ. આ દિવસે લોકો પોતાના વિચારો અને સ્વતંત્રતાનો આદર કરે છે.
પરફ્યુમ ડે પર કયા પ્રકારના પરફ્યુમ અથવા સુગંધ ખાસ હોય છે
પરફ્યુમ ડે પર, લોકો સામાન્ય રીતે લક્ઝરી અને ચેનલ, ડાયોર, અરમાની જેવા લોકપ્રિય બ્રાન્ડના પરફ્યુમ પસંદ કરે છે. આ ઉપરાંત, આ દિવસે ફૂલો, ફળો, મસાલા અને લાકડાની સુગંધ પણ ખૂબ જ ખાસ હોય છે, જે વ્યક્તિની શૈલી અને વ્યક્તિત્વને વધારવામાં મદદ કરે છે.
પરફ્યુમ ડે ઉજવવાનો હેતુ શું છે અને તે કેવી રીતે ઉજવવામાં આવે છે
પરફ્યુમ ડેનો ઉદ્દેશ્ય સુગંધની કળા અને પરફ્યુમના મહત્વને સમજવા અને તેની પ્રશંસા કરવાનો છે. લોકો આ દિવસને તેમના મનપસંદ પરફ્યુમની આપ-લે કરીને ઉજવે છે, અને આ દિવસ સુંદરતા અને આત્મ-સાક્ષાત્કારનું પ્રતીક બની જાય છે, જ્યાં લોકો તેમની સુગંધ દ્વારા તેમના વિચારો અને લાગણીઓ વ્યક્ત કરે છે.