ચાલને જીવી લઇએ…
મેઘાવી માહોલમાં સુગમગીતોની સરવાણી સાથે પ્રભુભક્તિ પીરસાશે
આજે ચાલને જીવી લઇએમાં યુવાન કલાકાર એવા ઋષિકેશભાઇ પંડયા સુંદર સુગમ ગીતો રજુ કરશે. ખાસતો વરસાદી સાંજમાં સુગમ ગીતો કર્ણપ્રિય લાગે છે. ત્યારે મેઘાવી માહોલ શરૂ થયો છે.
ત્યારે આજે સુગમગીતોની સરવાણી વહેતી મુકાશે. આપણી સંસ્કૃતિમાં ઘણા પ્રકારના ગીતો છે.
પરંતુ સુગમગીતો સંગીતનો એવો પ્રકાર છે. કે જે દરેક વ્યક્તિને સાંભળવો ગમે છે. અને ગીતમાં જીવનના અનેક પ્રસંગોને પણ વર્ણવવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રભુભક્તિની પણ રૂપેલી ઝલક આજના કાર્યક્રમમાં જોવા મળશે.
આજે ઋષિકેશ પંડયાની મોજ
- ગાયક: ઋષિકેશ પંડયા
- એન્કર: અનિરૂધ્ધ ત્રિવેદી
- તબલા: હાર્દિકભાઇ કાનાણી
- કીબોર્ડ: પ્રશાંતભાઇ સડપદરીયા
- ઓકટોપેડ: કેયુરભાઇ બુધ્ધદેવ
- સંકલન: મયુર બુધ્ધદેવ, પ્રિત ગોસ્વામી
- કેમેરામેન: જુનેદ જાફાઇ, નિશિત ગઢીયા
- સાઉન્ડ: ઊમંગી સાઉન્ડ, રાજેશભાઇ ઊમડીયા
આજે પ્રસ્તુત થનાર સુમધુર ગીતો…
- મારી કોઇ ડાળખીમાં પાંદડા નથી….
- ધેધોર થઇ ગયો છે, વર્ષાનો સામીયાણો…
- મે ત્યજી તારી તમન્ના…
- દશે દિશા, સ્વયં આસપાસ ચાલે છે…
- મારા રમ તમે સીતાજીની તોલે ન આવો…
- પ્રેમ છે પ્રથમ…
- કાસ એસા કોઇ મંઝર હોતા…