અઢી મહિના બાદ ફરી એક વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફારો
પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટરના દરે ૩.૭૭ ‚પિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે ૨.૯૧ ‚પિયાનો ઘટાડો થયો છે. અઢી મહિના બાદ ફરી એક વખત ફેરફાર કરાયો છે. હાલ પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે ૭૧.૧૪ અને ડીઝલની કિંમત પ્રતિ લીટરે ૫૯.૦૨ છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને (આઈઓસી) કહ્યું કે, રાજય કરને બાદ કરતા પેટ્રોલની કિંમતમાં ૩.૭૭ અને પેટ્રોલમાં ૨.૯૧ ‚પિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ૧૬ જાન્યુઆરીએ ફેરફાર કરાયો હતો. ત્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પ્રતિ લીટરે ક્રમશ: ૫૪ પૈસા અને ૧.૨૦ રૂ.નો વધારો થયો હતો. આઈઓસીના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં એકક્ષચેન્જ દરમાં ઘટાડો થતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ કિંમત ઘટાડાથી ગ્રાહકો પર ખાસી એવી અસર વર્તાશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ઓઈલ માકર્ેટમાં ફેરફાર થવાથી અમુક સમયાંતરે પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો-ઘટાડો થતો રહે છે. ભવિષ્યમાં પણ ઓઈલ માર્કેટની સ્થિતિ અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર થતા રહેશે.