પેપ્સિકો હોલ્ડિંગ પ્રાઇવેટ લિ.ના ચેરમેન અને સીઇઓ ડી.શિવકુમારે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ એક્ઝિકયુટિવ વાઇસ પ્રેસિડેન્ટ (કોર્પોરેટ સ્ટ્રેટેજી અને બિઝનેસ ડેવલપમેન્ટ) તરીકે આદિત્ય બિરલા ગ્રૂપ જોઇન કરશે. પેપ્સિકોમાં અહમદ અલ શેખ શિવકુમારના અનુગામી બનશે.
હાલ અહમદ અલ શેખ પેપ્સિકોના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર તરીકે ઇજિપ્ત અને જોર્ડનમાં છે. આ બદલાવની પ્રક્રિયા હેઠળ શિવકુમાર ૩૧ ડિસેમ્બર સુધી કંપનીમાં ચાલુ રહેશે.
અહમદ અલ શેખે જણાવ્યું હતું કે શિવકુમારનો કાર્યકાળ પેપ્સિકો ઇન્ડિયાના સીઇઓ તરીકે સફળ રહ્યો છે. આદિત્ય બિરલા ગ્રૂપના એચઆર અને સીઇઓ સંતૃપ્ત બી. મિશ્રાએ શિવકુમારની નિમણૂકને સમર્થન આપ્યું છે. પેપ્સિકોના સીઇઓ એશિયા, પ.એશિયા અને ઉત્તર-આફ્રિકા રિજિયનના સીઇઅો સંજીવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે શિવકુમાર પેપ્સિકો સાથે ચાર વર્ષથી હતા. તેમના નેતૃત્વ હેઠળ હમે અમારી મુખ્ય બ્રાન્ડ સાથે ગ્રાહક સેવાઓમાં ધરખમ સુધારા કર્યા છે. અમે તેમની કંપની પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે તેમનો આભાર વ્યકત કરીએ છએ.
પેપ્સિકો ઇન્ડિયાના સીઇઓ તરીકે રાજીનામું આપવાના શિવકુમારના નિર્ણયને પગલે હરીફ કોકાકોલાના (ભારત અને દિક્ષણ પશ્ચિમ એશિયા) વેંકેટેશ કિનીએ એપ્રિલમાં કંપની છોડવાનો નિર્ણય કર્યો છે.