- દરેક ચૂંટણીમાં મતદારોને ડરાવી મત પડાવવા છેલ્લી ઘડીએ લુખ્ખાઓની ફૌજ ઉતારી માથાકૂટ કરાવવાની ઉદયની મોડસ ઓપરેન્ડી
- કાયદો વ્યવસ્થાને ઘોળીને પી જનાર આ કહેવાતા નેતા પ્રજાનું શું ભલું કરશે : જસવંતસિંહ ભટ્ટી
- વિધાનસભા-68માં પાટીદાર સમાજના સૌથી વધુ મતદાર હોવા છતાં ભાજપે પાટીદાર સમાજની ટિકિટ કાપી ગુંડા તરીકેની છાપ ધરાવતા ઉદય કાનગડને ટિકિટ આપતા ઉપલા કાંઠામાં ભારે નારાજગી
રાજકોટ શહેરને શાંત અને સલામત શહેર ગણવામાં આવે છે પરંતુ શાસક પક્ષ ભાજપના શાસનમાં ગુંડાગીરી અને લુખ્ખાગીરી ખુબ ફૂલી ફાલી છે ત્યારે હવે તેમાં પણ પક્ષ માટે આમ તો જુના અને ગુંડાની છાપ ધરાવતા અને ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ઉમેદવારી નોંધાવનાર ઉદય કાનગડને પૂર્વ બેઠક પરથી ટિકિટ આપી ભાજપે ખુદ લોકોની સલામતી જોખમ્મા મૂકી દીધી છે એક સમયે કોંગી નેતાઓ ઉપર પણ જાહેરમાં હુમલો કરનારા કહેવાતા નેતા પ્રજાનું શું ભલું કરશે તે મોટો પ્રશ્ન ઉદભવ્યો છે.
રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી જસવંતસિંહ ભટ્ટીએ પત્રકાર પરિષદ સંબોધી જણાવ્યું હતું કે શિસ્ત અને સલામતીમાં માનનારી ભારતીય જનતા પાર્ટીમાં કહેવાતા ગુંડાઓ બેફામ બની ગયા છે તેમાં પણ પૂર્વ બેઠક પર ભાજપે પોતાની કરતુતોથી પંકાયેલા અને ગુંડાની એક તરફી છાપ ધરાવતા ઉદય કાનગડને ટિકિટ આપીને સૌથી મોટી ભૂલ કરી છે એક સમયે રેસકોર્સ રિંગ રોડ ઉપર ચૂંટણી ટાણે જ ઉદયએ મારી ઉપર સરાજાહેર જીવલેણ હુમલો કર્યો હતો મારકૂટના આ વરવા દ્રશ્યો સૌ મીડિયાએ પણ દેખાડ્યા હતા છતાં ભાજપે પોતાની સતાના જોરે આ ગુંડા ઉપર ઉની આંચ આવવા દીધી ન હતી અને પોલીસે અમારી એક વાત સાંભળી ન હતી ઉદયના આવા મારામારીના અને લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ છે.
ત્યારે વિધાનસભા 68 બેઠક કે જ્યાં સૌથી વધુ પાટીદારો છે અને વેપારી વર્ગ પણ મોટો છે તેવી બેઠક પર ભાજપે ઉદય કાનગડ જેવા ગુંડાને ટિકિટ આપીને ભાજપે પોતાની યશસ્વી અને પ્રસંસનીય ગુંડાઓની યશકલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે નાના લોકોને દબાવવા, હેરાન કરવા, વેપારીઓને ડરાવી ધમકાવીને પૈસા પડાવવા અને સતાનો દુરુપયોગ કરી પોતાની મનમાની ચલાવવાની આ ઉદય કાનગડની પદ્ધતિ છે પોલીસ જાને પોતાના ખિસ્સામાં રાખીને ફરતો હોય તેવી છાપ ધરાવતા ભાજપના આ ઉમેદવારથી સામા કાઠાની પ્રજા અત્યારથી જ ભયભીત થઇ ગઈ છે જો ઉદય ધારાસભ્ય બની જાય તો પછી લોકોની સલામતીનું શું તે સૌ લોકોને ડર સતાવી રહ્યો છે આ ગુંડાની જોહુકમી સામે લાચાર બનીને જીવવું પડશે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે.
આમ તો ભાજપ પાસે અનેક અન્ડર ગ્રાઉન્ડ ગુંડાઓ છે જે ચૂંટણી સમયે મેદાનમાં ઉતારવામાં આવતા હોય છે પરંતુ ઉદય કાનગડ એક એવો ગુંડો છે જે દરેક ચૂંટણીમાં સ્વયંભુ પોતાની જાતે જ બજારમાં ઉતરી પડે છે દરેક ચૂંટણીમાં મતદાનના દિવસે પોતાના મતવિસ્તારમાં મતદાન જયારે પૂરું થવાને બે કલાકની વાર હોય ત્યારે નીકળવાનું અને ખોટી રીતે દાદાગીરી કરી, માથાકૂટ કરી, મતદારોને ડરાવી, ભજપમાં મત નખાવવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે દરેક ચૂંટણીમાં તે છેલ્લી ઘડીએ બબાલ કરી મતદારોને તથા ચૂંટણી સ્ટાફને બાનમાં લઈ પોતાનું કામ પાર પાડતો હોય છે.
આ વખતે પ્રથમ વખતે તેને વિધાનસભાની ટિકિટ મળી છે ત્યારે જીત મેળવવા પોતે પોતાની ગુંડાઓની ફોજ મતદાનના અંતિમ કલાકોમાં ઉતારશે અને પોતાના તરફી મતદાન કરાવવા લોકોને ધમકાવશે તે નિશ્ચિત છે શાંતિ અને સલામતી જંખતી પ્રજા જો આવા ઉમેદવારની હડફેટે ચડશે તો તેનું જીવવું દોહયલું થઇ જશે.