ફક્ત ઉત્પાદન જ નહીં પરંતુ સર્વિસ સેક્ટર પણ વિશ્વ સાથે તાલબદ્ધ થવાથી પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમી શક્ય
ભારત દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ અને અસ્થિર જોવા મળી છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત કરવા માટે અનેકવિધ પ્રયત્નો અને ઘણી ખરી યોજનાઓ પણ બનાવવામાં આવી રહી છે પરંતુ કયાંકને કયાંક લોકોની માનસિકતા, કામ કરવાની પઘ્ધતિ, સમયને પારખવાની અને માળખાગત ખામીઓનાં કારણે જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તે જોજનો દુર હોય તેવું લાગી રહ્યું છે. ભારત દેશની સરખામણીમાં અન્ય દેશો સમય સુચકતા અને સમયનાં તાલમેલ સાથે આગળ વધતા હોય છે તેમનાં દ્વારા નિયત કરવામાં આવેલું કામ યોગ્ય સમયે જ કરી લેવામાં આવતું હોય છે ત્યારે બીજી તરફ ભારત દેશનાં લોકો અને તમામ સુવિધા એ રીતે બનાવવામાં આવી છે જેનાથી લોકો સમય સુચકતાનાં અભાવે અને યોગ્ય સમયે કરવામાં આવતા કામોને સમયસર પુરુ ન કરવા માટે જાણીતા છે.
વિશ્ર્વનાં અન્ય દેશોની જયારે વાત કરવામાં આવે તો ત્યાં કામ કરવાની પઘ્ધતિ અત્યંત સરળ જોવા મળે છે જયારે ભારત દેશમાં કામ કરતા લોકો અતિ આળસુ જોવા મળતા હોય છે. સાથોસાથ જે સમય સુધી જે કામની અવધી આપવામાં આવી હોય તે યોગ્ય સમય પર ન પુરું કરવા માટે અત્યંત જાણીતા છે. સરકારી કચેરીઓ, ટીપી સ્કીમો તથા જે કોઈ સંસ્થા માળખાગત સુવિધાઓ પુરી પાડવા માટે કામ કરતી હોય છે તે પણ સમય પહેલા કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે જેમાં કયાંકને કયાંક લોકોની માનસિકતા અને કામ કરવાની પઘ્ધતિ અત્યંત જવાબદાર છે ત્યારે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશે ઘણી ખરી સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે દેશ દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોવામાં આવ્યું છે તે યોગ્ય સમયે ન થાય તેનાં અનેકવિધ તારણો પણ સામે આવ્યા છે. કયાંકને કયાંક સરકાર દ્વારા યોગ્ય માળખાગત સુવિધા પુરી ન કરવામાં આવતા ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોજનો દુર હોય તેવું લાગી રહ્યું છે. લોકોને લાગે છે કે દેશમાં મંદીનો માહોલ છે પરંતુ સાંપ્રત પરિસ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો જે રીતે સરકાર દ્વારા અઢી લાખ કરોડ રૂપિયા આરબીઆઈ મારફતે બજારમાં ઠાલવ્યા તેનું એક મુખ્ય કારણ એ પણ જોવા મળી રહ્યું છે કે, દેશમાં હાલ જે તરલતાનો અભાવ જોવા મળે છે તે સમસ્યાનો ઉકેલ લાવી શકાય અને લોકોની ખરીદ શકિતમાં પણ વધારો થાય. હાલનાં તબકકે જે રીતે લોકોને નાણાની જરૂર પડતી હોય છે ત્યારે માળખાગત સુવિધા અને યોગ્ય પઘ્ધતિ ન હોવાનાં કારણે લોકોને નાણા મળવા પણ એટલા જ મુશ્કેલ બનતા હોય છે ત્યારે પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીએ પહોંચવા માટે ભારત દેશ દ્વારા અનેકવિધ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું અત્યંત જરૂરી છે. હાલ આ વિષયશ ચક્રમાંથી દેશને બહાર કાઢવું ખુબ જ જરૂરી અને મહત્વપૂર્ણ બન્યું છે. વિશ્ર્વનાં અન્ય દેશોની સામે ભારત સમય સુચકતાનાં અભાવે અને સમય સાથેનાં તાલમેલનાં અભાવે પાછળ રહ્યું છે અને અર્થવ્યવસ્થાને પણ તેની માઠી અસર પહોંચી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પાંચ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સ્વપ્ન જોવામાં આવ્યું છે તે આગામી નિર્ધારીત કરેલા સમય પૂર્વે થશે કે કેમ ? તે પણ સૌથી મોટો પ્રશ્ર્ન દેશ સામે ઉભો થયો છે. દેશમાં કામગીરી કરતા લોકોની નબળી માનસિકતાનાં કારણે તેઓ વહેલા નિષ્ક્રીય થઈ જતા હોય છે જેની અસર જે-તે વ્યકિતને તો પડે જ છે સાથો સાથ ઉત્પાદનમાં એટલી જ અસર પહોંચે છે. પરીણામ સ્વરૂપે દેશની અર્થવ્યવસ્થાને પણ માઠી અસરનો સામનો કરવો પડે છે. વિશ્ર્વનાં અન્ય દેશો તેમની ઉત્પાદન શકિતની મદદથી તેનાં જીડીપીમાં અનેકગણો વધારો કરતા હોય છે ત્યારે ભારત દેશનું જીડીપીનો લક્ષ્યાંક ૮ ટકાનો નિર્ધાર કરવામાં આવ્યો છે પરંતુ તે તો જ શકય બનશે જો ઉત્પાદનમાં વધારો થાય, રોજગારીની તકો ઉભી થાય જો આ પરિસ્થિતિને અનુકુળ ભારત દેશ બની રહેશે તો તેમનાં દ્વારા જે લક્ષ્યાંક સાધવામાં આવ્યો છે તે યોગ્ય સમયે પૂર્ણ થઈ જશે.
દેશની હાલ આર્થિક સ્થિતિ અત્યંત ડામાડોળ જોવા મળી રહી છે. કયાંકને કયાંક તરલતાનો અભાવ પણ તેટલાઅંશે દેશને સતાવી રહ્યો છે. આ તકે કેન્દ્રનાં કેબિનેટ મંત્રી પિયુષ ગોયલે માહિતી આપતા જણાવ્યું હતું કે, જો દેશની આર્થિક સ્થિતિને બેઠી કરવી હોય અને મજબુત કરવી હોય તો મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરને સૌથી વધુ પ્રાધાન્ય આપવું પડશે અને સરકારે અનેક વિકાસલક્ષી યોજનાને પણ પ્રાધાન્ય આપી મેન્યુફેકચરીંગ અને સર્વિસ સેકટરને બેઠુ કરવુ પડશે જો મેન્યુફેકચરીંગ ક્ષેત્ર ધમધમશે તો સર્વિસ સેકટરને પણ સહારો મળી રહેશે અને ખુબ મોટા પ્રમાણમાં રોજગારીની તકો પણ ઉભી થશે ત્યારે હાલની પરિસ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો દેશનાં નાના અને મધ્યમ મેન્યુફેકચરીંગ યુનિટો હાલ બંધ હાલતમાં હોવાથી રોજગારીની જે તકો ઉભી થવી જોઈએ તે ઉભી થતી નથી અને બેરોજગારીનું પ્રમાણ દેશમાં અનેકગણુ વધી ગયું છે. કહેવાય છે કે વિશ્ર્વ કરતા ભારત દેશ પાસે સૌથી મોટુ યુવાધન છે પરંતુ આજ એસેટને જો યોગ્ય રીતે વપરાશ કરવામાં નહીં આવે તો તે દેશ માટે ખાદ્ય બની જશે જેમ કહેવામાં આવ્યું કે, હાલ ભારત દેશ આર્થિક રીતે ઘણી ખરી સમસ્યાનો સામનો કરી રહ્યું છે અને જે રોજગારીની તકો લોકોને મળવી જોઈએ તે મળતી નથી તેના પરીણામ સ્વપે દેશે ઘણું ખરું વેઠવું પડયું છે ત્યારે જો સરકાર અને દેશની જનતા આ અંગે ગંભીરતાપુર્વક વિચારશે તો નરેન્દ્ર મોદી દ્વારા જે સ્વપ્ન સેવવામાં આવ્યું છે તે પરીપૂર્ણ થાશે.