કીમોથેરાપી લેનારાઓની સંખ્યા ૨૦૪૦ સુધીમાં દર વર્ષે ૧.૫ કરોડે પહોંચશે

કેન્સરને નાથવા માટે અસરકારક ગણાતી કીમોથેરાપીમાં આગામી બે દાયકામાં ૫૩ ટકા જેવો વધારો થવાની સંભાવના વ્યકત કરતો ઓન્કોલોજી જર્નલનો રિપોર્ટ

૨૧મી સદીના વિશ્વમાં અત્યારે મેડિકલ સાયન્સ મૃત્યુજંય પ્રાપ્તિ માટે નવી દવા સંશોધનો અને સારવારનો ઉપચાર માટે પાતાળથી લઈ અવકાશના સંશોધનો માટે ભગીરથ પ્રયાસ કરી રહ્યાં છે. બાળ મૃત્યુદર નિયંત્રણથી લઈ માનવીની સરેરાશ આયુ વધારવામાં વૈજ્ઞાનને ખુબ મોટી સફળતા મળી છે.

ત્યારે જાણે કે જીવન અને મૃત્યુના હિસાબ સરભર રાખવા યમદેવે કેન્સરને છુટ્ટો દોર આપી દીધો હોય તેમ વિશ્ર્વમાં કેન્સરના દર્દીઓમાં રોજબરોજ ખુબ વધારો થઈ રહ્યો છે.તાજેતરમાં જ કરવામાં આવેલા વૈશ્વિ સર્વેમાં ૨૦૪૦ સુધીમાં દર વર્ષે દોઢ કરોડ દર્દીઓને કીમોથેરાપી સારવારની જરૂર પડશે. સામાન્ય રીતે મધ્યમ અને ખૂબ ઓછી આવક ધરાવતા દેશમાં વધી રહેલા કેન્સરના દર્દીઓની સારવાર માટે ઓછામાં ઓછા વધારાના એક લાખ ડોકટરની જરૂરિયાત ઉભી થશે.

આ પ્રથમ અહેવાલમાં કીમોથેરાપીને જ‚રિયાતોનો તાગ મેળવવામાં આવ્યો છે. સિડનીની યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ ઈન્ગહામ ઈન્સ્ટિટયુટ ઓફ એપ્લાયડ મેડિકલ રિસર્ચ, કિંગ હોન કેન્સર સેન્ટર, લીવર પુલ કેન્સર થેરાપી સેન્ટર અને ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર લીયોન દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.

સંશોધક બુક વિલ્સને જણાવ્યું હતું કે, અત્યારે કેન્સરના દર્દીઓને હાથોહાથની સારવાર માટે સારવાર કરનારાઓના હાથ ધરી રહ્યાં છે. ભવિષ્યમાં કેન્સરના ડોકટરો, નર્સો સારવાર કરનારાઓ અને કીમોથેરાપીની વ્યવસ્થાની જરૂર પડશે.૨૦૪૦ સુધીમાં વિશ્વમાં દોઢ કરોડ લોકોને કીમોથેરાપીની જરૂર પડશે. ૨૦૧૮માં દુનિયાને હજુ ૬૫ હજાર કેન્સર ડોકટરોની જરૂરિયાત છે.

જે ૨૦૪૦ સુધીમાં ૧ લાખ સુધીની થઈ જશે અને ૨૦૪૦ સુધીમાં દોઢ કરોડ લોકોને કીમોથેરાપીની જરૂર પડશે જે ખુબજ ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહેતા હશે. કેન્સરના કુલ દર્દીઓમાંથી ૭૫% દર્દીઓ ગરીબ દેશોના હશે. મિકાઈલ બર્ટને નોંધ્યું છે કે, કેન્સરના દર્દીઓનો વધારો ગરીબ દેશોમાં થાય છે. વસ્તી વધારો અને કેન્સરના પ્રકારની વિવિધતા અને સંજોગો કીમોથેરાપીની જરૂરીયાત વધારશે.

મિકાઈલ બર્ટને કેન્સરની સારવાર માટેના સુચનો તેના પ્રારંભીક લક્ષણો શરૂઆતમાં ધ્યાન આપો તો કેન્સર મળી શકે છે. કીમોથેરાપીની અસરકારક સારવારની વિગતો આપવામાં આવી છે. કેન્સરના દર્દીઓ મધ્યમ અને ગરીબ દેશોમાં પુર્વ આફ્રિકા, મધ્ય આફ્રિકા, પશ્ચિ આફ્રિકા અને પશ્ચિ એશિયામાં વધી રહ્યાં છે. ફેફસા, છાંતી અને આંતરડાના ત્રણ પ્રકારના કેન્સરો વધી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.