ગરીબ અને નાના માણસો માટે પીપલ્સ મંડળી આશીર્વાદ સમાન.
ઉપલેટામાં પાંચ વર્ષ પહેલા નાના અને મધ્યમ વર્ગોના લોકોને ઉપયોગી થવાના હેતુથી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા દ્વારા આ મંડળીની સ્થાપના કરવામાં આવી હતી. ૪૫૦થી વધુ સભાસદો ધરાવતી પીપલ્સ કો.ઓ સહકારી મંડળીની પાંચમી સાધારણ સભા મંડળીના પ્રમુખ છગનભાઈ સોજીત્રા અધ્યક્ષસ્થાને વિશાળ સભાસદોનીહાજરીમાં યોજાઈ હતી.
જેમાં મુખ્ય મહેમાન પદે શહેર વિકાસ શિલ્પી પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા હાજર રહ્યા હતા આ સામાન્ય સભામાં મંડળીના પ્રમુખે વાર્ષિક અહેવાલ સભાસદો સમક્ષ રજૂ કરેલ હતો.આ તકે મંડળીના પ્રમુખ છગનભાઈ સોજીત્રાએ જણાવેલ કે આ મંડળીના ઉદેશતાના અને મધ્યમ માણસો આર્થિક પગભર થાય તે છે અત્યાર સુધીમાં ઘણા નાના માણસોએ મંડળી મારફત લોન લઈ પોતાના પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે.
સભાસદોના તેજસ્વી બાળકોને શિલ્ડઅને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરેલ હતા. મંડળીની સામાન્ય સભામાં નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયા મંડળીના પ્રમુખ છગનભાઈ સોજીત્રા, લેઉવા પટેલ સમાજના મંત્રી દામજીભાઈ રામાણી, કે.ડી. ગજેરા, યુવા ઉદ્યોગપતિ પરેશભાઈ ઉચદડીયા, અગ્રણી વેપારી મુકેશભાઈ ડોબરીયા, વિઠલભાઈ સોજીત્રા, વલ્લભ વિદ્યાલયના એમ.ડી. વલ્લભભાઈ સોજીત્રા, મુસ્લીમ અગ્રણી નાસીરભાઈ ગુદા, કિરીટભાઈ પાદરીયા, દિગેશભાઈ સોજીત્રા, સહિત વિશાળ સંખ્યામાં ગામના આગેવાનો વેપારીઓ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પી.જી.કુભાણીએ કરેલ હતુ.