કહેવાય છે ને કે સુરતનું જમણ અને કાશીનું મરણ નસીબદારને જ મળે. ખાવાના શોખીન એવા ગુજરાતીઓ કોઈ પણ જગ્યાએ કંઈક અલગ ગોતી જ લેતા હોય છે. ત્યારે સુરતી લાલાની પ્રિય વાનગી ખાજાને કેરીના રસ સાથે પણ ખાતા હોય છે. સુરતના વરસાદી મોસમમાં સુરતીઓના પ્રિય ખાજા પ્રતિ કિલો 40 રૂપિયા મોંઘા થયા છે.

સુરતી વાનગીઓમાં ખાસ કરીને ચોમાસામાં સુરતના પ્રખ્યાત સરસીયા ખાજા દેશ-વિદેશમાં વખણાય છે જેને ખાવા માટે લોકો વહેલી સવારથી જ સુરતના મોતી રામ સ્વીટમાં લાઇનમાં ઉભા રહે છે જો કે આ વર્ષે સુરતીઓને પ્રતિ કિલો ખાજા માટે રૂપિયા 40 વધારે ચૂકવવા પડશે આ વાનગી ભારતના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ નામે ઓળખાય છે સુરતી ખાજા ગુજરાતનો સૌથી સ્વાદિષ્ટ ગણવામાં આવે છે.

Screenshot 9 3

ચોમાસાની શરૂઆત સાથે કેરીના રસ સાથે ખવાતા સરસીયા ખાજાની ડિમાન્ડમાં વધારો, મેંગો, ચોકલેટ, મીઠા ખાજા લોકોની પહેલી પસંદ છે. કેરીગાળો કરવાની સિઝનને સરસીયા ખાજાએ અનોખી ફ્લેવર પણ આપી છે ફળોના રાજા કેરીના રસ સાથે સુરતી ખાજા ન ખાવાય તો કેરીગાળો જ ન કહેવાય, અસ્સલ સુરતીઓમાં આ કહેવત લગભગ 150થી વધુ વર્ષ જૂની છે ને ચોમાસું શરૂ થતા જ સ્વાદ રસિયા સુરતીઓની લાંબી કતારો સરસીયા ખાજાના પરંપરાગત વિક્રેતાઓને ત્યાં જોવા મળે છે.

સુરતીઓમાં વર્ષોથી કેરી ગાળાની સિઝનમાં જમાઈ દિકરીને તેડાવી કેરીના રસ સાથે સુરતી સરસિયા ખાજા ખવડાવવાની પ્રથા ચાલતી આવી છે તેનું સ્થાન હવે કેરીના રસ, ઘેવર, સુતરફેણી અને મોળા-મિઠા અને તીખા તમતમતા સરસિયા ખાજાએ લીધુ છે પેઢી દ્વારા આ તમામ વસ્તુઓ એકજ જગ્યાએથી મળે તે માટે સ્પેશ્યલ પેકેજ તૈયાર કરવામાં આવે છે. કાળા મરી અને સફેદ મરી સાથે બનતા મસાલા ખાજા, મેંગો ખાજા, સાદા ખાજા, મીઠા ખાજાની સૌથી વધુ ડિમાંડ ચોમાસાની સિઝનમાં રહે છે. ચોમાસામાં ખાજાની ખરીદી માટે લાંબી કતાર લાગે છે.

Screenshot 11 2

મોતીરામ દાદાએ કાળા મરીનાં તીખા તમતમતા ખાજાની શરૂઆત ચોમાસામાં કેરીના રસના કોમ્બીનેશનમાં શરૂ કરી હતી. આ ખાજાઓ લગ્નસરા, પાર્ટી અને ઈવેન્ટના કાર્યક્રમોમાં આવશ્યક વસ્તુ બની છે.ખાજા આજે પણ સુરતના લોકો માટે ફેવરીટ વાનગી છે, ખાજાનું મૂલ્ય અન્ય કોઇ વાનગી લઇ ન શકે, આજે રૂ. 440થી શરૂ કરીને રૂ. 600 પ્રતિ કિલોના ખાજા સુરતમાં વેચાય રહ્યા છે. મેંદામાંથી બનતી વાનગી હોવા છતાં આજે પણ સુરતના લોકોમાં ચોમાસાના આરંભે પરિવારમાં ખાજા ખાવાનું ચૂકતા નથી.

 હવે જેમ જેમ સુરતની પેઢીઓ બદલાતી આવી તેમ તેમ આ વાનગીમાં પણ ટ્વીસ્ટ આવ્યો અને આજકાલ મેંગો ખાજા, ચોકલેટ ખાજા, મીઠા ખાજા, સૌરાષ્ટ્રમાં જે મળે છે એ સાટા જેવા ખાજા વગેરે અલગ અલગ ફ્લેવરમાં પણ ખાજા મળી રહ્યા છે. ઘણા સુરતના લોકોને આશ્ચર્ય થાય છે કે ખાજા મીઠા હોવાની કલ્પના કરી નહતી, કેમકે ખાજા ચટાકેદાર, તીખા તમતમતા જ ખાવાની મજા આવે, પણ હવે લોકો મીઠા ખાજાની પણ એટલી જ ડિમાન્ડ કરી રહ્યા છે.

Screenshot 10 3
આજકાલ ભલે સરસીયા ખાજાના નામથી લોકો વાનગી ખરીદતા હોય, હકીકતમાં માંડ 2-5 ટકા લોકો જ સરસીયા ખાજા ખાસ ઓર્ડર આપીને બનાવે છે. આજના જમાનામાં મેંદો અને સરસીયા તેલની વાનગી પચવી અઘરી છે એટલે આજકાલ મોટા ભાગના ફરસાણ વિક્રેતાઓ એડિબલ ઓઇલ કે સિંગતેલમાંથી જ ખાજા બનાવે છે અને તેને સરસીયા ખાજા તરીકે જ વેચાણ કરી રહ્યા છે. હકીકતમાં સરસીયા ખાજા ચાળીસેક વર્ષો પહેલાંની પરંપરા અનુસાર ફક્ત સરસીયા તેલમાંથી જ બનતા હતા.

Screenshot 1 29

ખાજા સાથે ભગવાન જગન્નાથનુ કનેક્શન

ખાજા એ ઓરિસ્સામાં જગન્નાથજીની ભગવાનને ચઢતી એક મીઠાઈ છે. ભગવાનને ખાજા કેમ પ્રિય છે તે માટે એક લોકવાયકા છે. કહેવાય છે કે, ભગવાન જગન્નાથને એક ભક્તના સપનામાં આવ્યા હતા અને પોતાને કેવી વાનગી બનાવવી છે અને તે કેવી રીતે બનાવવી તે તેને સમજાવ્યુ હતું. બીજા દિવસે ભક્તે એ મુજબ ખાજા બનાવીને ધરાવ્યા હતા. બસ ત્યારથી આ રેસિપી ચલણમાં આવી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.