ગાંધીનગરના મહાત્મા મંદીરે ૭મી ઓગષ્ટે યોજાનારા ઉજવણી કાર્યક્રમમાં આ યોજનાઓની જાહેરાત કરાશે
રાજયમાં સંવેદનશી, પારદર્શક વહીવટ આપનારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સરકારના કાર્યકાળને ૭મી ઓગષ્ટે ત્રણ વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. રુપાણી સરકારની વર્ષગાંઠ ને ભવ્યતાપૂર્વક ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના ભાગરુપે ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાશે. જેમાં રાજયના વિવિધ વર્ગોના લોકોના કલ્યાણ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરવામાં આવનારી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના કાર્યકાળના ત્રણ વર્ષ પૂર્ણ થવા નીમીતે ૭ ઓગષ્ટે અનેક યોજનાઓની ઘોષણા કરવામાં આવશે. ગાંધીનગરના મહાત્મા મંદીર ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષની રૂપાણી સરકારની સિઘ્ધિઓ દર્શાવવામાં આવશે. રુપાણીએ ૭ ઓગષ્ટ ૨૦૧૬ ના રોજ આનંદીબેન પટેલ પાસેથી મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો હતો અને ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જીત અપાવી હતી. બુધવારે મળેલી કેબીનેટની બેઠકમાં રૂપાણીએ મંત્રીઓ અને અધિકારીઓને કાર્યક્રમોનું આયોજન કરવામા નિર્દેશો આપ્યા હતા. કૃષિ મંત્રી આર સી.ફળદુએ પણ જણાવ્યું હતું કે કૃષિ વિભાગ ખેડુત તરફી પગલાની જાહેરાત કરશે. ઉર્જા વિભાગ નવી રૂફટોપ સોલાર યોજાની જાહેરાત કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગ વિઘાર્થીઓના જુથમાં ટેબ્લેટસ અને લેપટોપનું વિતરણ કરાશે કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને આમંત્રિત કરવામાં પણ આવશે.