ભાવનગરનાં ટ્રાન્સપોર્ટનાં ભાગીદારીને વાહન ભાડે કરવાનાં બહાને એરપોર્ટ ખાતે બોલાવી ભાડુ ઓનલાઈન ખાતામાં જમા કરાવવાનું કહી કયુઆર કોડ દ્વારા ગુગલ પે માં સ્ક્રેન કરવાનું કહી રૂ. ૧.૦૮ લાખ પોતાના ખાતામાં જમા કરાવી છેતરપીંડી કર્યાની બે શખ્સો સામે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. વધુ વિગત મુજબ ભાવનગરની સરિતા સોસાયટીમાં રહેતા રાહુલભાઈ નામના ટ્રાન્સપોર્ટના ભાગીદારે જોરાસિંઘ અને યોગેન્દ્રસિંઘ સહિત બંને શખ્સોએ ગુગલ પે માં ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહી કયુઆર કોડ માંગી ઓનલાઈન રૂ.૧.૦૮ લાખ જમા કરાવી ઠગાઈ કર્યાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રાન્સપોર્ટનાં ભાગીદાર હિતેશભાઈ અગ્રાવતને ગાડી ભાડે કરવા બાબતે જોરાસિંઘ નામની વ્યકિતનો ફોન આવેલો અને ગાડી એરપોર્ટના ગેટ પાસે ઉભી રાખી સુરત એરપોર્ટ જવા માટેનું રૂા.૧૪ હજાર નકકી કરેલું અને ઓનલાઈન ભાડુ ચૂકવવાનું કહેતા હિતેશભાઈ અગ્રાવતએ ભાગીદાર રાહુલભાઈને કહ્યું કે જોરાસિંઘ સાથે વાત કરી ભાડાની રકમ ઓનલાઈન પેમેન્ટ કરી લેવાનું કહ્યું હતુ.

બાદ જોરાવરસિંઘ ગુગલ પેથી પેમેન્ટ માટે કયુઆર કોડ કુપન મોકલી અને સ્ક્રેન કરી અને તેમાંથી યુ.પી.આઈ. પીન નંબર મારફતે ૧૦૦ ટ્રાન્સફર કરી સાથોસાથ ફરિયાદીના એકાઉન્ટમાં ૨૦૦ જમા કરાવેલ બાદ ૧૩૯૯૫ રૂપીયા મોકલવાનું કહેતા ફરિયાદીએ મોકલતા બાદ જોરાસીઘ સર્વર ડાઉન છે. થોડીવારમાં આવી જશે તેમ કહી ફરિયાદીના મિત્રના બેંક એકાઉન્ટમાંથી વધુ નાણા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી અને અમો ફૌજી છી વિશ્ર્વાસ કરો અમો ખોટુ નહી કરી તેમ કહી રૂ.૧.૦૮ લાખ જમા કરાવી ઠગાઈ કર્યાની જણાવ્યું હતુ. પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.